વડોદરા મહા નગર પાલિકા દ્વારા વડોદરા શહેરમાં 130 થી વધુ મંદિરો ને તોડી નાખવામાં માટે નોટિસ જાહેર કરવામાં આવી છે જેને લઈને હિન્દુ સંગઠનમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આજે વડોદરા શહેર આંતરરા્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા માંડવી ખાતે આવેલ મેલડી માતાના મંદિરે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી મેલડી માતાના મંદિરે આવેદન પત્ર આપ્યું અને માંડવી ખાતે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા સાથે શંખ વગાડી ને તંત્ર ને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા નોટિસ રદ ન કરાય તો આંતરરા્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી

