સાવલી નગરપાલિકા દ્વ્રારા નવનિર્માણ કરાયેલ શોપીંગસેન્ટર અને ફ્રુટમાર્કેટ ની દુકાનો નું લોકાર્પણ કરાયું સ્થાનિકધારાસભ્ય ના હસ્તે લાભાર્થીઓ નું મોઢું મીઠું કરાવી દુકાન ની ચાવી અર્પણ કરાઈ
ગત હોળી પહેલા સાવલી ના બસસ્ટેન્ડ વિસ્તારના રસ્તે આજુબાજુ કેબીનો અને લારીઓ ગલ્લા ઓ ના કારણે અવરજવર માં ટ્રાફિક ને અડચણ થતી હતી એગેરકાયદે દબાણો પર સાવલી નગરપાલિકા દ્વ્રારા ડીમોલેશન કરાયું હતું અને તેઓ ને પાલિકાના વહીવટદારો અને ધારાસભ્ય એ પાક્કી દુકાનો આપવા વચન આપ્યુંહતું અને એ રસ્તે ડિવાઈડર અને લાઈટ સાથે ટ્રાફિકને અડચણ ન થાય તેવો પોહળો રોડ નું નિર્માણ કરી ધારાસભ્ય ના હસ્તે બે માસ અગાઉ લોકાર્પણ કરાયુંહતું અને તે રોડ સાઈડમાં જ નવીન દુકાનો નું નિર્માણ કાર્ય શરૂ કરાયુંહતું ત્યાં ના દુકાનદારો અને ફ્રુટ ની લારીઓ વાળાઓ ની આતુરતા નો આજે અંત આવ્યોહતો સાવલીનગરપાલિકા દ્વારા નવનિર્મિત કરાયેલા સ્વામીજી શોપિંગ સેન્ટર માં 27 અને સ્વામીજી ફ્રુટમાર્કેટ ની 22 દુકાનો નું ધારાસભ્ય કેતન ઇનામદાર ના હસ્તે લોકાર્પણ કરાયું હતું અને દુકાનદાર લાભાર્થીઓ ને મોઢું મીઠું કરાવી દુકાન ની ચાવી અર્પણ કરાઈ હતી અને તમામ દુકાનદારો ખુબજ સારો ધંધો કરી પ્રગતિ કરે તેવી અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત નગરપાલિકા ના પ્રમુખ હર્ષ પટેલ ઉપપ્રમુખ ચેતન દવે અને નગરપાલિકા વિરોધપક્ષ સહિતના નગરસેવકો ચીફઓફિસર સહિત નગરજનો લાભાર્થીઓ નગરવિકાસ કાર્ય ના સહભાગી બન્યા હતા

