રાજ્યમાં કથળી વ્યવસ્થાને પગલે વડોદરા શહેર પોલીસે એક્શનમાં આવી હતી,અને શહેરની શાંતિ સુનિશ્ચિત કરવા અસામાજિક તત્વો અને કારણ વગર જાહેર રસ્તાઓ પર ફરતા,લારી ગલ્લા તથા બાઈક ઉપર પગ ફેલાવી અડ્ડો જમાવી બેસતા તત્વો પર તવાઈ બોલાવી હતી,વડોદરા ઝોન-2માં આવતા 6 જેટલા પોલીસ મથક દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી અને આવા તત્વો પર તવાઈ બોલાવી 300 જેટલા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. વડોદરા પોલીસની કર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

