ડૉ. વિજયકુમાર શ્રીવાસ્તવ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), વડોદરાના પૂર્વ વાઈસ ચાન્સેલર છે. તેઓની નિમણૂક સમયે તેમની લાયકાત અંગે પ્રશ્નો ઉઠ્યા હતા, જેના કારણે વિવાદ સર્જાયો હતો. આ વિવાદો વચ્ચે, ડૉ. શ્રીવાસ્તવે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ પણ, તેઓ સત્તાવાર નિવાસસ્થાને રહેતા રહ્યા છે, જે અંગે વિદ્યાર્થીઓ અને સ્થાનિક સાંસદે વિરોધ વ્યક્ત કર્યો છે. સાંસદે તેમને બંગલો ખાલી કરવાની વિનંતિ સાથે ઇમેલ પણ લખ્યો છે. સામાન્ય રીતે, વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યા બાદ, સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવામાં આવે છે, પરંતુ ડૉ. શ્રીવાસ્તવના મામલે આ પ્રક્રિયા વિલંબિત થઈ છે. આથી, MSUના વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમાજ દ્વારા આ મુદ્દે સતત ચર્ચા અને વિરોધ થઈ રહ્યા છે ત્યારે કપિલ જોશી દ્વારા આરટીઆઈ માંગવામાં આવી હતી જેમાં ડોક્ટર વિજય કુમાર શ્રીવાસ્તવ પૂર્વ વાઇસ ચાન્સેલર એમ એસ યુનિવર્સિટીમાં કરેલા ખર્ચ જેમાં 21 લાખનો ચૂનો લગાવામાં આવ્યો છે જેને લઈ સેનેટ મેમ્બર કપિલ જોશી પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ માહિતી આપી

