ની સહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ જનોના પડતર પ્રશ્ને વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી
અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યમાં દિવ્યાગજનો માટે સરકારી લાભમાં ભિન્નતા જોવા મળી રહી છે જેમાં અન્ય રાજ્યોમાં દિવ્યાંગ જનોને ત્રણ હજારનું પેન્શન આપવામાં આવે છે જ્યારે ગુજરાત રાજ્યમાં એક હજારનું પેન્શન આપવામાં આવે છે તે જ રીતે દર મહિને મળતા સરકારી અનાજમાં પણ તફાવત છે ત્યારે આજરોજ ની સહાય માનવ સેવા સંઘ તથા શ્રી હરિ સેવા કલ્યાણ સંઘના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર સલીમ વોરાની આગેવાનીમાં દિવ્યાગજનો સાથે સરકાર સુધી કલેકટર ના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી જેમાં દિવ્યાગજનોને દર મહિને રૂપિય ત્રણ હજાર પેન્શન આપવામાં આવે,દર મહિને 45કિલો અનાજ મળે તથા મુસાફરીમાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે સહિતની માગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

