પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા સેવામાં શહેરમાં છેલ્લા 43 વર્ષોથી સેવા કાર્ય ચાલી રહ્યો છે વધુ સેવા ના વિકાસ માટે નવનિર્મિત ભવનનો ગૃહ પ્રવેશ
બ્રહ્માકુમારી કેન્દ્ર પાસે શ્રીનિવાસ સોસાયટી ની બાજુમાં ડભોઇ ખાતે આજ રોજ બ્રહ્માકુમારી કેન્દ્ર નો ઉદ્ઘાટન કરતા ડોક્ટર બ્રહ્માકુમારી નિરંજનાબેન જણાવ્યું હતું કે વર્તમાન સમય તનાવ, દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે છે.
સમસ્ત વિશ્વના સર્વ વર્ગના તમામ માનવ બંધો આ મહાન કાર્યમાં આમંત્રિત છે, તેમજ નવા ભવનમાં ગૃહ પ્રવેશ અંગે બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીજીએ આશીર્વાદ પાઠવતા દિવસ દરમિયાન આપના અનુકૂળ સમયે નિયમિત રૂપે ઓછામાં ઓછી પાંચ મિનિટ શાંતિ દાન કરી જીવનને શાંતિથી સંપન્ન બનાવીએ, જ્યારે કે નવા ભવન ના ગૃહ પ્રવેશ અંગે ડભોઇ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પર બ્રહ્મવત્સવ શાંતિનો દીવો પ્રગટાવવા માટે દરેક મનુષ્ય આત્માઓને અપીલ કરી રહ્યા છે સવારે સાંજે કે રાત્રે જ્યારે જેને સમય હોય તે શાંતિ માટે ઓછામાં ઓછી પાંચ મિનિટ પ્રાર્થના કરે પોતાના કુટુંબ માટે પોતાના સમાજ માટે પોતાના રાજ્ય માટે અને પોતાના દેશ માટે શાંતિના પ્રથમ ફેલાવે બ્રહ્માકુમારી દ્વારા વિશ્વને શાંતિ ફેલાવવા માટેની ખુબ સુંદર અપીલ કરી હતી. આ પ્રસંગે મહિલા અધ્યક્ષ મીનાબેન મહેતા એ જણાવ્યું હતું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આત્મવિશ્વાસથી પરિવાર અને સમાજની પ્રગતિ માટે સતત સેવામાં કાર્યાત બહેનોનું સન્માન કરવામાં આવ્યું અને ઈશ્વરીય સેવામાં નવનિર્મિત સેવા ભવન જે શાંતિનું કેન્દ્ર છેલ્લા 43 વર્ષથી ચાલી રહ્યું છે તે બદલ બ્રહ્માકુમારી બહેનોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીજી ચેરમેન યુથવીંગ સર્વ ભાઈ બહેનોને શાંતિનો દીવો નિયમિત પોતાના ઘરે અથવા સેવા કેન્દ્ર ખાતે પ્રગટાવીને દરેક જણ શાંતિ પ્રાર્થના કરે એવી અપીલ કરી હતી. આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના તેમજ શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

