Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના મંજુસર GIDC ખાતે કામદાર દવાખાનાનું ઉદ્ઘાટન

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર GIDC વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કાર્યરત કામદારોને આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કામદાર રાજ્ય વીમા યોજના અંતર્ગત ડી–1 કામદાર દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ દવાખાનાનું ઉદ્ઘાટન સાંસદ ડોક્ટર હેમાંગ જોષીના હસ્તે અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડોક્ટર હેમાંગી, ડોક્ટર હેતલ શાહ, ડોક્ટર હસમુખભાઈ ચાવડા તેમજ તેમની તબીબી ટીમ ઉપસ્થિત રહી હતી. સાથે જ મંજુસર GIDCના પ્રમુખ જય શર્મા, ભરતભાઈ, વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં કામદારો હાજર રહ્યા હતા.

આ દવાખાનાની શરૂઆતથી મંજુસર GIDCમાં કાર્યરત કામદારોને તાત્કાલિક અને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Related posts

100 દિવસના સંકલ્પ પુરા છતાં પાલિકા ની કામગીરી પર સવાલો ઉઠાવ્યા

admin

વડોદરા શહેરનાં સેવાસી ભાયલી રોડ આવેલા પાર્ટી પ્લોટ ખાતે વડોદરા બાર એસોસિયેશન દ્વારા વકીલ મિત્રો તેમજ તેમના પરિવાર માટે રાત્રિ આફ્ટર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી વિધાર્થીઓને ચોપડા વિતરણ

admin

Leave a Comment