33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના LNT સર્કલ ખાતે બેદરકાર બસ દોડતી જતાં નિર્દોષ મહિલાનો કરુણ અંત

વડોદરા શહેરમાં રોડ અકસ્માતનો ત્રાસ યથાવત છે. આજે ફરી એક કરુણ ઘટના સામે આવી છે, જ્યારે LNT સર્કલ નજીક એક ટ્રાવેલ્સ બસે બેકાબૂ વેગે દોડતી જઈ માતેલા સાંઢની જેમ હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એક નિર્દોષ મહિલાનું ઘટનાસ્થળે જ દૂર્ભાગ્યપૂર્ણ મોત થયું છે.

દુર્ઘટના બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી મૃતદેહને એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાએ સ્થળ પર ભારે ભીડ ભેગી થઈ હતી અને લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો.

વડોદરા શહેરમાં આવરનવર થતા આવા અકસ્માતોને કારણે નાગરિકોમાં ભારે અસંતોષ છે તથા માર્ગ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

Related posts

બરોડા બેડમિન્ટન એસોશિએશન દ્વારા આયોજિત યોનેક્ષ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ

admin

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાંન્ચ વડોદરા

admin

તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજીએ ભારે આકર્ષણ જમાવ્યું

admin

Leave a Comment