37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વકીલો માટે ‘IPL’ સ્ટાઈલ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ : 6 ટીમો વચ્ચે જામશે જંગ

વડોદરા : શહેરમાં પ્રથમ વખત વકીલો માટે સીઝન બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટ ‘બરોડા એડવોકેટ્સ પ્રીમિયર લીગ (BAPL) સીઝન–1’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં અનેક મહાનુભાવો તથા વકીલ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ટૂર્નામેન્ટનો વિધિવત પ્રારંભ થયો હતો.

વર્ષોથી ટેનિસ બોલ ક્રિકેટ રમતા વકીલોની સીઝન બોલથી રમવાની ઈચ્છાને ધ્યાનમાં રાખી આ લીગ શરૂ કરવામાં આવી છે. આ સ્પર્ધામાં વડોદરાના સિનિયર તથા જુનિયર વકીલોની કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. પોલો ગ્રાઉન્ડ પર શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ આગામી 1લી માર્ચ સુધી ચાલશે, જેમાં રોજ રસપ્રદ મુકાબલાઓ યોજાશે.

ઉદ્ઘાટન પ્રસંગે બરોડા બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિતના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા. આયોજક વિરાટ વાઘેલાએ જણાવ્યું હતું કે, વકીલોમાં રહેલી રમતગમતની પ્રતિભાને ઉજાગર કરવા તેમજ સૌહાર્દ અને ટીમભાવના વધારવા માટે આ લીગ એક ઉત્તમ મંચ પૂરું પાડશે.

શહેરમાં પ્રથમવાર યોજાઈ રહેલી આ અનોખી ક્રિકેટ લીગને લઈ વકીલોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં મેચો વધુ રોમાંચક બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર, હિંદુ મંદિરો પર હુમલો અને હિંદુઓની હત્યા ને લઈ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર

admin

વડોદરા ના મનીષા ચોકડી પાસે એક વધુ એક ભુવો પડ્યો

admin

માંડવી દરવાજાની દયનિય સ્થિતિથી ચિંતિત મહારાણી પોહોચ્યાં માંડવી દરવાજે !

admin

Leave a Comment