31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઈસ્કોન મંદિર વડોદરા દ્વારા ૪૩મા વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવને લઈ આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન દેવા માટે વડોદરાના નગરયાત્રાએ નીકળશે. તે પૂર્વે આજે રથયાત્રાના આયોજકો, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા મંદિર પ્રસાશન સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ રામદાસ જણાવ્યું હતું કે દર વર્ષે પુરીમાં જેમ ગજપતિ મહારાજ ભગવાન જગન્નાથના રથની સન્મુખ માર્ગની સફાઇ કરે છે તેમ વડોદરાના માનનીય મેયર પિન્કીબેન સોની અન્ય મહાનુભાવો સાથે, પરંપરાને અનુસરી રથયાત્રા સવારીની પાહિંદ વિધિ કરશે અને વડોદરા રેલ્વે સ્ટેશનથી બપોરે ૨:૩૦ કલાકે રથયાત્રા પ્રારંભ થશે. રથપ્રસ્થાન વિધિ પ્રસંગે સ્થાનિક રાજકીય અને સામાજિક નેતાઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહેશે. ઈસ્કોનના આ જીવન સભ્યો, સમર્થકો તથા વિશાળ જનમેદની આ અવસર પર હાજર રહેશે.

ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે યોજાતી આ રથયાત્રા બાબતે મંદિરના મહંત પૂ.નિત્યાનંદ સ્વામીએ કહ્યું હતું કે યાત્રાના એક દિવસ પૂર્વે તા.૬ જુલાઇ શનિવારે મોડી સાંજે ગોત્રી ઇસ્કોન મંદિરથી ભગવાનના રથનું પ્રસ્થાન થશે અને રાત્રે ૧૦ વાગ્યે રેલવે સ્ટેશન પાસે રથને રાખવામાં આવશે. રવિવારે સવારથી ઇસ્કોન મંદિરમાં વિવિધ અનુષ્ઠાનો સંપન્ન થયા બાદ બપોરે ૧૨.૩૦ વાગ્યે ખાસ વાહન દ્વારા ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના કાષ્ટની પ્રતિમાઓ રેલવે સ્ટેશન ઉપર પહોંચશે અને ત્યાં રથમાં બિરાજમાન કરાવવામાં આવશે. અહી પૂજા અને આરતી બાદ પહિંદ વિધિ થશે અને બપોરે ૨.૩૦ વાગ્યે રથયાત્રાનો ધામધૂમથી પ્રારંભ થશે. આ વખતે રથયાત્રા રવિવારને દિવસે હોવાથી ભક્તોનો ધસારો વધારે રહેશે તે અનુસંધાને સુરક્ષાના વ્યવસ્થા વધુ સબળ બનાવવામાં આવી છે.

દર્શન માટે ધક્કામુકી ના થાય તે માટે યાત્રામાં ડીઝિટલ ડિસપ્લે સાથે એક વાહન ચાલશે. વિશાળ સ્ક્રીન ઉપર ભક્તો શાંતિથી ભગવાનના દર્શન કરી શક્શે. ચાર ટેમ્પોમાં ૩૫ ટન શિરાના મહાપ્રસાદનું જ્યારે એક ટેમ્પોમાં તરૃ પ્રસાદ એટલે કે રોપાનું વિતરણ થશે. યાત્ર દરમિયાન મંદિરના ૩૦૦ સ્વયંસેવકો સેવામાં હાજર રહેશે.

આષાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર તરફથી સાંજે 5:00 વાગ્યાથી ભંડારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે દરેક ભક્તોને લાભ લેવા મંદિર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું

Related posts

MSUની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત

admin

વડોદરામાં “સક્ષમ શાળા એવોર્ડ ૨૦૨૪-૨૫” અંતર્ગત વિજેતા શાળાઓને રોકડ પુરસ્કાર અને સન્માન અર્પણ

admin

બરોડા સિટીઝન્સ કાઉન્સિલ સંસ્થાના ૨૦૦ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું.

admin

Leave a Comment