Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલીમાં નગરપાલિકા અને આરએમબીની સંયુક્ત કામગીરી, દબાણો દૂર કરાયા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં નગરપાલિકા અને આરએમબી વિભાગ દ્વારા હાઈવે આસપાસના નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

છોટાઉદેપુર રોડ પર આવેલા હાઈવેના આજુબાજુ આવેલા અતિક્રમણોને દૂર કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને બોડેલી રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થવાની હોવાથી માર્ગમાંથી અવરોધ દૂર કરવાનું જરૂરી બન્યું હતું.

આ કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બોડેલી પોલીસ ઇન્સ્પેક્ટર, નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં કામગીરી હાથ ધરાઈ હતી.

અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દબાણો દૂર કરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આગામી સમયમાં ઓવરબ્રિજના નિર્માણને ગતિ આપવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Related posts

છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે ભંગુરીયાનો મેળો ભરાયો

admin

મહાશિવરાત્રી નિમિતે છોટાઉદેપુરના અતિ પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી

admin

છોટાઉદેપુર શહેર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ નરેનભાઈ જયશવાલે આપ્યું રાજીનામું

admin

Leave a Comment