આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લો તથા કે.એસ.સુર્યવંસી નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ રાજ્ય બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આધારે
ઝોઝ પોલીસ સ્ટેશનના એ.સી.પરમાર પોલીસ ઇન્સપેક્ટર તથા સ્ટાફના માણસો સાથે ઝોઝ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.સી.પરમાર પોલીસ ઇન્સપેક્ટર નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, ઝોઝ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ૨ન.૧૧૧૮૪૦૧૨૨૪૦૯૫૯/૨૦૨૪ પ્રોહી કલમ- ૬૫.એ.ઈ, ૯૮(૨), ૮૧,૮૩,૮૬,૧૧૬બી મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ભીમલાભાઈ નારસીંગભાઈ જાતે.રાઠવા રહે.ઘોઘાદેવ તા.જી.છોટાઉદેપુર નાઓ છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો હોય અને આજરોજ તેના ઘરે આવેલ હોય જેથી તેના ઘરે જતા તે ઘરે હાજર હોય તેને ગુના સબંધે પુછતા પોતે ઉપરોક્ત ગુનાના કામે છેલ્લા સાતેક માસથી અલગ અલગ જગ્યાએ રહી પોલીસની પકડથી બચવા નાસતો ફરતો હોવાની કબુલાત કરતો હોય જેથી તેનુ શરીરસ્થિતિનું પંચનામુ કરી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ની કલમ ૩૫ (૧) (જે) મુજબ અટક કરીને કાયદેશરની કાર્યવાહી કરેલ છે. અને વધુ તપાસ માટે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે.

