36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ધર્મ દર્શન

જૂનાગઢના શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈમલ્લીકાએ 11 જ્યોતિર્લિંગ સાથે 1600 કરતા વધુ મંદિરોમાં કરી શિવપૂજા…

મનોવિકલાંગ અને અનાથશ્રમના બાળકોની સેવા એજ એક શિવ પૂજા…

થોડાક દિવસોમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યાર શિવ નો મહિમા મંદિરો ગુંજી ઉઠશે ત્યારે અનોખી શિવ ભક્તિ કરતા ડો અનુશ્રી દ્ધારા બિલેશ્વર મહાદેવ વેરાવળ ખાતે પુજા કરવામાં આવી હતી…

પરંતું દર્શક મિત્રો આજે અમો આપને એક એવી શિવ કન્યાનાની શિવ ભક્તિની વાત કરી રહ્યા છે કે જેમણે ઉઠતા બેસતા કે સૂતી વખતે શિવ એજ જીવનો જીવન મંત્ર સાર્થક કર્યો છે.

સંતોની પાવન ભૂમિ એવા જૂનાગઢમાં રહેતા ડોક્ટર અનુશ્રી સાઈમલ્લીકાએ અત્યાર સુધીમાં 11 જ્યોતિર્લિંગ સાથે 1600 કરતા વધુ જુદાજુદા શિવાલયમાં શિવજીની આરાધના કરી છે.

મહાકાલ અને સાઈબાબામાં અતુટ શ્રધ્ધા ધરાવતા આધ્યાત્મિક ડોક્ટર અનુશ્રી સાઈમલ્લીકા અલ્યાબાઈ હોલકરના પંથે ચાલીને જુદા જુદા ગામોમાં મહિલાઓમાં પણ શિવશક્તિ અને ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે.

બાલ્યા અવસ્થાથી જ ભગવાન શિવમાં અતૂટ શ્રધ્ધા ધરાવતા ડોક્ટર અનુશ્રીએ પોતાનું સમગ્ર જીવન તો શિવજીને અર્પણ કરેલ છે. ખૂદ પાર્વતીજીનું સ્વરૂપ ધારણ કરીને સતીમાની પ્રથાથી શાસ્ત્રો અને પુરાણોમાં બતાવ્યા મુજબ અલગ અલગ દ્વવ્યોથી શિવજીનું પૂજન કરવું એ તેમનો નિત્યક્રમ છે. રોજ જુદા જુદા ગામોના શિવાલયોમાં પૂજન અર્ચન કરવાના સંકલ્પની સાથે ડોક્ટર શિવકન્યા અનુશ્રીએ માનવ સેવા એજ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કર્યુ છે. માનવ કલ્યાણની સેવાઓ કરતી સંસ્થાઓમાં પણ મનોવિકલાંગ અને અનાશ્રમના બાળકોની સંસ્થાઓમાં ભૂખ્યાને ભોજન એ મહાદાન સાથે પોતાની સેવા આપીને રહ્યા છે. આ સાથે જ તેમણે અન્નદાન એ મહાદાનનું સૂત્ર પણ સાર્થક કર્યુ છે. ત્યારે શિવ ઉપાસક શિવકન્યા એવા ડોક્ટર અનુશ્રી સાઈમલ્લીકાએ શિવ પૂજનની સાથે સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે તે પણ એક ગર્વની વાત છે…

પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

Related posts

વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ મહોત્સવની ભવ્ય ઉજવણી

admin

મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે ?

admin

બરાબર 12ના ટકોરે અયોધ્યા રામમંદિરમાં બિરાજતા ભગવાન રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું

admin

Leave a Comment