36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગુજરાતછોટાઉદેપુર જિલ્લોબોડેલી

જ્યોતિ ગ્રામ યોજના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આશીર્વાદ સમાન

સરકારની જ્યોતિ ગ્રામ યોજના આજે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આશીર્વાદ સમાન જોવાઇ રહી છે. જેને લઈ હવે ગામડાના લોકો પણ દુનિયાના તાલે તાલે મેળવી રહ્યા છે.

બોડેલી તાલુકાનું ચલામલી ગામ કે જે ગામ વર્ષો પહેલા અંધારા ઉલેચતા હતા. દિવસે તો ઠીક રાત્રિના સમયે પણ લાઈટ મળતી ન હતી. હવે આજ ગામ જે પહેલા ગામડું કહેવાતું હતું. એ ગામમાં આજે શહેરો જેવી સુવિધા મળી રહે છે. લાઈટ વિના આ ગામનો વિકાસ થઈ શકતો ન હતો. એ ગામડામાં ગૃહ ઉદ્યોગ કુટીર ઉદ્યોગની શરુઆત થતા પોતાના જ વતનમાં લોકો રોજી રોટી મેળવી રહ્યા છે. અહી જે હીરાનું કારખાનું આવેલ છે. જ્યા ચલામલી ગામ ની આસપાસ ના લોકો 200 કિમી દૂર સુરત સુધી કામ અર્થે જતા હતા. હવે આ ગામ ને 24 કલાક લાઈટ ની સુવિધા મળી રહી છે. જેથી ગામ માં કામ કરી ને રોજી મેળવી રહ્યા છે.

જો ખેડૂતોની વાત કરવામાં આવે તો પહેલા વરસાદ આધારિત જ ખેડૂતો ખેતી કરતા હતા. હવે ખેડૂતોને 24 કલાક લાઈટની સુવિધા મળતા અલગ અલગ રોકડિયા પાક પણ કરી રહ્યા છે. અને તેમની આવકમાં ધરખમ વધારો કરી રહ્યા છે.

ખાસ કરીને સ્કૂલના બાળકો માટે વર્ષો પહેલા શિક્ષણ માટે ખૂબ તકલીફ પડતી હતી.સ્કૂલ લાઈટ વગર તેમને ગરમીથી સેકાવું પડતું હતું.હવે લાઈટની સુવિધાને લઇ તેઓ સારું શિક્ષણ મેળવતા થયા છે. લાઈટના ઉપકરણોથી ચાલતા સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે કમ્પ્યુટરનું શિક્ષણ પણ મેળવી રહ્યા છે.જે જ્યોતિ ગ્રામ યોજનાની સુવિધા વગર શકાય ના હતું વિદ્યાર્થી ઘરે ગયા પછી પણ તે ઘર માં રાત્રિ ના સમયે પણ વાંચન કરી શકે છે. જેથી વિદ્યાર્થી માં ખુશી છે. અને તેમનું કહેવું છે કે જ્યોતિ ગ્રામ યોજના ને લઇ વીજપુરવઠો મળી રહે છે. જેને સારો અભ્યાસ કરી શકે છે આજ ચલામલી ગામ માં પૂરતો વીજપુરવઠો ના મળતા કામ ધંધો કરતા કારીગરો ને પણ ખૂબ અગવડતા પડતી હતી હવે 24 કલાક વીજપુરવઠો ચાલુ રહેતા તે માં મૂકી ને કામ કરી રહ્યા છે.જેથી રોજગારી માં વધારી થયો છે. જેથી આવા કારીગરી સરકાર નો આભાર માની રહ્યા છે.

લાઈટ વિના ખાસ મહિલાઓને ખુબ અગવડતા પડતી હતી.અંધારામાં જાગવાનું ભનાવવું ખૂબ કઠિન હતું. હવે તે ચિંતા મહિલાઓની દૂર થઈ છે. સાંજ ના સમય નું જમવા ની તેઓ બિન્દાસ રીતે બનાવે છે. પહેલા વીજ પુરવઠાના અભાવે પંચાયતનું પાણી પા. નહોતું આવતું તે પણ એક ચિંતા દૂર થઈ છે.રાત્રિના સમયે ગરમીથી અને મચ્છરોથી કટકરો મેળવ્યો છે.

Related posts

કેદારનાથ મંદિરના કપાટ ર મે ર૦રપ થી ખુલવાની જાહેરાત થઇ મંદિરને ફૂલો થી શણગાર કરવાનું સૌભાગ્ય વડોદરાને પ્રાપ્ત થયું

admin

ઈકો સ્પોર્ટ્સ ગાડીમાં ચોરખાનુ બનાવી લઈ જવાતો ભા૨તીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો

admin

સંખેડા ગામમાં તલાટી કમ મંત્રી દ્વારા લગ્નની નોંધણી કરવા ઇનકાર કરવામાં આવતાં નારાજગી વ્યાપી

admin

Leave a Comment