36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

ભારતીય બનાવટના વિદેશી દારૂ /બિયરના કુલ કિ.રૂ ૧૪,૮૦,૮૦૦/- ના પ્રોહિ મુદામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કરાલી પોલીસ

ઇમ્તિયાઝ શેખ સાહેબ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ઇ/યા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સૂર્યવંશી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.ડી.કલારા નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ પ્રવૃતિ ઉપર અંકુશ લાવવાના ઉદ્દેશથી પ્રોહી હેસફેરી/વેચાણની ગે.કા.પ્રવૃતી આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી પ્રોહિ પ્રવુતિ નેસ્તનાબુદ કરવા તથા દારૂ બંધીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ જરૂરી સુચનાઓ આપેલ જે આધારે કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.કે.પંડયા નાઓને અંગત બાતમી હકિકત મળેલ કે, એક કેસરી કલરનો આઇસર ટેમ્પો જેનો રજી નંબર GJ-07-TU-4121 છે. જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી જેતપુરપાવી થી રંગલી ચોકડી તરફ જનાર છે. તેવી ચોકકસ બાતમી મળતા અમો તથા પોલીસના પોલીસ સ્ટાફના માણસો તથા પંચો મજીગામ બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપર ઝાડી ઝાખરાની આડસ બનાવી વોચ તપાસમાં ઉભા રહેલા દરમ્યાન સદર બાતમી હકિકત વાળો આઇસર ટેમ્પો પાવી જેતપુર તરફથી આવતા તેને રોકવા હાથ ઉંચો કરતા આઇસર ટેમ્પાના ચાલક તથા કલીનરે દુરથી પોલીસને જોઇ આઇસર ટેમ્પો રોડ ઉપર મુકી દઇ નાશી ગયેલ જે આઇસર ટેમ્પા નંબર GJ-07-TU-4121 માં ગેરકાયદેસર વગર પાસ પરમીટે લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની તથા પ્લાસ્ટીકની બોટલો અને બિયર ટીન મળી કુલ બોટલો/ટીન નંગ – ૮,૮૬૮ કિ.રૂ ૧૪,૮૦,૮૦૦/- નો પ્રોહિ મુદામાલ તથા સદર પ્રોહિ મુદામાલની હેરા ફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ આઇસર ટેમ્પા નંબર GJ-07-TU-4121 ની આશરે કિ.રૂ ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૨૪,૮૦,૮૦૦/- નો મુદામાલ કબજે કરી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. કરી આગળની તપાસ જાતેથી હાથ ધરેલ છે અને સુંદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે. આમ કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી તાલુકામાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો, પંચાયત ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો

admin

ઉનાળાની ગરમીમાં ‘ગરીબોનું ફ્રિજ’ માટલાની માંગમાં વધારો, બોડેલી નજીક હાલોલ રોડ પર ધૂમ વેચાણ

admin

છોટાઉદેપુર ખાતે આર.ટી.ઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું

admin

Leave a Comment