Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કીચનવેર અને હોમ એપ્લાયન્સીસ ટ્રેડફેર-૨૦૨૪નો થયો શુભારંભ

વડોદરા મેટલ મર્ચન્ટ એસોસીએશન અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા બીજી એડીશન કીચનવેર હોમ એપ્લાયન્સીસ ટ્રેડફેર-૨૦૨૪ નો અકોટા સ્ટેડીયમ, વડોદરા ખાતે શુભારંભ થયો હતો.

વર્ષના અંતે વડોદરાવાસીઓને કીચનવેર અને હોમ એપ્લાયન્સીસની તમામ વસ્તુઓ એક સ્થળે એક છત હેઠળ મળી રહે તે હેતુસર પ્રખ્યાત કંપનીઓની ૧૪૦ થી વધુ સ્ટોલમાં વસ્તુઓનું વેચાણ રાખવામાં આવેલ છે. ટ્રેડફેરના મેઇન સ્પોન્સર તરીકે રેગન, કોસ્પોન્સર તરીકે વિનોદ, ઇન્ટેલીજન્ટ કુકવેર, ઓરેન્જ, પ્રેસ્ટીજ જેવી પ્રખ્યાત કંપનીઓએ ભાગ લીધો છે આ ઉપરાંત સપોર્ટેડમાં લુબી, બ્રધર, વસંત મસાલા, વિજય ડેરી, હોકિંગન્સ, સેલો, એકશનવેર, પ્રેલેડી, રાજેશ્વરી ટુલી અનમાર્કેબલ જેવી કંપનીઓએ ભાગ લીધો છે.

આ ટ્રેડફેર તા. ૦૪ ડિસેમ્બરથી ૦૯ ડિસેમ્બર સુધી છે. ટ્રેડફેરનો સમય સવારે ૧૦ થી રાત્રી ૧૦ સુધીનો છે. જેથી વડોદરાવાસીઓ આનો લાભ લઇ શકે. આ વિષે વધુ માહિતી આપતા ટ્રેડફેરના આયોજકોએ જણાવ્યું હતું કે અમારો ટ્રેડફેર કરવાનો મુળ હેતુ વડોદરાવાસીઓને તમામ કંપનીઓની વસ્તુઓ એક જ છત હેઠળ એકજ સ્થળે મળે અને સારી કવોલિટીની બ્રાન્ડેડ વસ્તુઓ યોગ્ય ભાવે મળે તે માટે આનું આયોજન કરવામાં આવેલ છે. માટે અમે વડોદરાવાસીઓને આપ ટ્રેડફેરની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ. આ ટ્રેડફેરમાં પાર્કિંગ અને એન્ટ્રી નિઃશુલ્ક છે.

Related posts

લોકો અવર જવર માટેનો રસ્તો SRP ગ્રુપ-1 દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા

admin

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્ટ્રેચરની અછતનો આક્ષેપ, દર્દીને જમીન પર જઈ સારવાર લેવા મજબૂર

admin

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કાઉન્સિલર હરીશ પટેલ દ્વારા અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆતો

admin

Leave a Comment