વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર હરીશ પટેલ દ્વારા અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરી હતી.
તેમના દ્વારા તાજેતરમાં થયેલ ભારતના સાધનોમાં ભ્રષ્ટાચાર મામલે સવાલો કરી શાસક પક્ષને સવાલો પૂછ્યા હતા. આ સાથે છાણી સ્મશાન બાબતે છાણી ગામના રહેવાસીઓએ રેલી કરી હતી અને સ્મશાનમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ કર્યો હતો જે બાદ પાલિકામાં પણ આવેદન આપવામાં આવ્યું હતું ત્યારે કમિશનરે આ બાબતે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી આજે એક મહિનો જેટલો સમય વીતી ગયા છતાં કોઈ નિરાકરણ ના આવતા કમિશનરને આ બાબતે સવાલ પૂછવામાં આવ્યા હતા. આ સાથે વિસ્તારમાં પાણીના પ્રેશર ની સમસ્યા હોય આ બાબતની પણ રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે.

