27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરમાં આવેલ કુસુમ સાગર તળાવની સાફ સફાઇ કરવામાં આવતા નગરજનોમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો

છોટાઉદેપુર નગરની મધ્યમાં રજવાડા સમયથી કુસુમ સાગર તળાવ સ્થિત છે. છેલ્લા લાંબા સમયથી તળાવમાં નફ્ફટ વેલાના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. ગંદકીના કારણે આસપાસના રહીશોની સાથે તમામ નગરજનો પરેશાન હતા. નગરની શોભામાં વધારો કરતું તળાવ ગંદકીનું પ્રતીક બન્યું હતું. જેને ધ્યાનમાં લઈને સાંસદ જશુભાઈ રાઠવા,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ દ્વારા તળાવની સાફ સફાઈ માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા તળાવની સફાઈની કામગીરી કરાતા લોકોએ રાહત અનુભવી છે. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૩-૨૪ અંર્તગત પચાસ લાખના ખર્ચ પાંચ વર્ષ માટે તળાવ સફાઈ કરવાનું કામ આપવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. હાલ તો કુસુમ સાગર તળાવની સંપૂર્ણ સાફ સફાઈ થતા નગરજનોમાં આનંદ સાથે ખુશી જોવા મળી છે. અને સ્થાનિકોએ છોટાઉદેપુર નગર પાલિકાના ચીફ ઓફિસર સાંસદ અને ધારાસભ્યનો આભાર માન્યો હતો.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર શહેર ગ્રામ્ય ભાજપ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામી વિવેકાનંદ અને બીરસા મુંડાની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

admin

ઇકો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતાં 2 યુવાનોને ગંભીર ઇજા થતાં એકનું સારવાર દરમ્યાન મોત

admin

જેતપુર પાવીની જનતાને ઉલ માંથી ચૂલ માં પડવા જેવો ઘાટ

admin

Leave a Comment