27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગોત્રી વિસ્તારમાં કોપરેટીવ મકાનમાં કામગીરી કરવા આવેલા મજૂરોની એક વર્ષની બાળકી ગુમાવી

કાર હડફેટે એક વર્ષ ની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો

વડોદરાના ગોત્રી વિસ્તારમાં કોપરેટીવ મકાનમાં કામગીરી કરવા આવેલા મજૂરોએ એક વર્ષની બાળકી ગુમાવી

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક વર્ષની માસૂમ બાળકીનું કાર હડફેટે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ ઘટના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન હાઈટ્સ સામે, ગોત્રી કોપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ચાલી રહેલા બાંધકામ સ્થળ પર બની હતી.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશથી રોજગારી અર્થે આવેલા મજૂર પરિવારની એક વર્ષીય બાળકી, એલિસા અરવિંદભાઈ નીનામા, ઘરના આંગણામાં રમી રહી હતી. તે સમયે એક કાર ચાલકે આજુબાજુ જોયા વિના બેદરકારીપૂર્વક કાર હંકારી હતી, જેના કારણે માસૂમ એલિસા કારની અડફેટે આવી ગઈ હતી અને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ મજૂર વર્ગમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. રોજગારી માટે વડોદરા આવેલા આ મજૂરો ન્યૂ વીઆઈપી રોડ પર રહે છે અને ગોત્રી વિસ્તારમાં કામ અર્થે આવ્યા હતા. તેમણે પોલીસ સમક્ષ ન્યાય માટે આજીજી કરી છે.ગોત્રી પોલીસે આરોપી અર્જુન અમરસિંહ ચાવડા ની કરી ધરપકડ આગળ ની તપાસ હાથ ધરી.

Related posts

એરપોર્ટ પરિસરમાં ઓટો રીક્ષા નાં પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકવામાં આવતા રીક્ષા ચાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો

admin

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ ઇન્દ્ર કોમ્પ્લેક્ષમાં ચાલતી આઇસ્ક્રીમની દુકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી

admin

વડોદરામાં વન-સ્ટોપ કાર ફેસલિફ્ટ સ્ટુડિયો જેડીએમ કાર્સનો શુભારંભ કરવામાં આવ્યો

admin

Leave a Comment