33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ લાડભવન ખાતે રે હોળી રે રસિયા ફાગોત્સવમાં લાડ ભવન વ્રજભૂમિમાં ફેરવાયું

રંગ,રીસ, રસ, નૃત્યુના ચાર પદ થી પૂર્ણ પુરુષોત્તમ ની પ્રાપ્તિ થાય. રસમાંથી પ્રગટ થયેલી ભક્તિની ધારા તે રસિયા પૂ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી….


શહેરના પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ લાડભવન ખાતે લાડ સમાજ ટ્રસ્ટ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે રે હોળી રે રસિયા ફાગોત્સવનો દિવ્ય અલૌકિક અનોખો મનોરથ ષષ્ઠપીઠાધીશ્વર પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી,ષષ્ઠ ગૃહ યુવરાજ પૂ.આશ્રયકુમાર મહોદય શ્રી ની પાવન નિશ્રામાં મુખ્ય મનોરથી તરીકે ગુજરાત વૈષ્ણવ ઇનરફેઇથ પુષ્ટિ માર્ગીય ઓર્ગેનાઇઝેશન મુક સેવક ચેર પર્સન, પીડીજી શશીકાંતભાઈ પરીખ, વિશ્વલાડ પરિષદ મુંબઈ ના ઉપપ્રમુખ અંબુભાઈ શાહ છોટાઉદેપુર વાળા ,લાડ સમાજના પ્રમુખ હરીશભાઈ દેસાઈ અને સમસ્ત કારોબારી હોદ્દેદારોની મહિલા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સુપ્રસિદ્ધ કીર્તન કાર મિતેશભાઇ ગાંધર્વ ગાયક કલાવૃંદ સંગીતના સથવારે ‌ રશિયાની ભારે રમઝટ જમાવી આગવુ આકર્ષણ જોવા મળ્યું.કલ્યાણ રાયજી કી દેખ છટા મેરો મન મોહી ગયો,લટા પટા, રસિયા ગાન દ્વારા ઉપસ્થિત લાડ જ્ઞાતિજનો વ્રજના નૃત્યાંગના કરીને ગોપ ગોપી ભાવે વ્રજ ભક્તો બનીને પ્રભુ શ્રીકૃષ્ણની અને રાધાની વ્રજમાં ચાલેલી 40 દિવસ રશિયાની લીલાઓ લીલાઓને યાદ કરીને રે હોળી રે રસિયા ફાગોત્સવ માં લાડ ભવન વ્રજભૂમિમાં ફેરવાયું હતું. પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી કુમાર મહોદય શ્રી ના કરકમલો દ્વારા તેરે લાલાને રંગ ડાલા તેરે લાલા ને રંગ ડાલા ,એમ લાડ સમાજના જ્ઞાતિજનોને ફૂલોથી ફાગોત્સવ, ફુલ ફાગ ખેલાવી લાડ ભવન સાક્ષાત પ્રભુ શ્રીકૃષ્ણ આવ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો પ્રારંભમાં શશીકાંતભાઈ પરીખ ,હરીશભાઈ દેસાઈ, અંબુભાઈ શાહ વિગેરે આગેવાનો દ્વારા પૂજ્ય શ્રી નો માલ્યાપણૅ દ્વારા દિવ્ય અલૌકિક સ્વાગત કરવામાં આવ્યું હરીશભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા.સમૂહ માં સૌ મહાપ્રસાદ ગ્રહણ કરી ભાવ વિભોર બની વિખુટા પડ્યા હતા.

Related posts

ઉતરાયણ પૂર્વે વડોદરામાં વિશાળ પતંગોની ધૂમ, યુવાન બનાવી રહ્યો છે 6 ફૂટથી 24 ફૂટના પતંગ

admin

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં રાજસ્થાની કુલ્ફીની દુકાનમાં લાગી આગ

admin

અંધારામાં ડૂબેલો SOU રોડ ડભોઇની શોભા બગાડતી બંધ સ્ટ્રીટ લાઈટો, અકસ્માતનો ભય

admin

Leave a Comment