33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઉતરાયણ પૂર્વે વડોદરામાં વિશાળ પતંગોની ધૂમ, યુવાન બનાવી રહ્યો છે 6 ફૂટથી 24 ફૂટના પતંગ

ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પતંગોત્સવને લઈને યુવાનોમાં ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે વડોદરા શહેરના મોતી બાગ વિસ્તારમાં એક યુવાન દ્વારા 6 ફૂટથી લઈને 24 ફૂટ સુધીના વિશાળ કદના પતંગો બનાવવામાં આવી રહ્યા છે, જે લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ઉક્ત યુવાન ગ્રાહકોના ઓર્ડર મુજબ વિવિધ કદના પતંગો તૈયાર કરી આપે છે. ઉતરાયણના દિવસે પતંગ રસિકો આ મોટા પતંગો ઉડાવી એકબીજાની પેજ કાપવાની મજા માણે છે. મોટા કદ અને મજબૂત બનાવટના કારણે આ પતંગોની માંગ ખાસ વધતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ યુવાન સાથે તેના પરિવારના સભ્યો પણ પતંગ બનાવવાની પ્રક્રિયામાં જોડાયેલા છે. પરિવાર દ્વારા અનેક પ્રકારના પતંગો તૈયાર કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. ઉતરાયણ પર્વ નિમિત્તે પરંપરાગત પતંગકળાને જીવંત રાખવામાં આ પરિવાર મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

Related posts

સાવલીને કર્મભૂમિ બનાવનાર બ્રહ્મલીન સાવલી વાળા સ્વામીજી ની 34 મી પુણ્યતિથિ ની ભવ્ય ઉજવણી

admin

વડોદરા સાંસદના નિવેદન બાદ માસ્ક મેનનો પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન

admin

ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રતિબંધિત ઇ-સિગારેટ વેચતું નેટવર્ક ઝડપાયું, ૧.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

admin

Leave a Comment