Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જિલ્લા પંચાયત દ્વારા 15માં નાણાં પંચ ના ગ્રાન્ટ માંથી ખરીદી કરવામાં આવેલી બે એમ્બ્યુલન્સ નું આજે લોકાર્પણ

વડોદરા જિલ્લા પંચાયત દ્વારા 15માં નાણાં પંચ ના ગ્રાન્ટ માંથી ખરીદી કરવામાં આવેલી બે એમ્બ્યુલન્સ નું આજે લોકાર્પણ વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબા મહિડા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોક પટેલ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુમકુમ અક્ષત સાથે પૂજન કરી શ્રીફળ વધેરી ને લીલી ઝંડી બતાવી બંને એમ્બ્યુલન્સ ને રવાના કરવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સો ના ઉપયોગ ખાસ કરીને સગર્ભા માતાઓ માટે કરવામાં આવશે તેમ જિલ્લા પંચાયત વડોદરા ના પ્રમુખ ગાયત્રીબા મહિડાએ જણાવી આ એમ્બ્યુલન્સ ની કિંમત અને તેની આરોગ્ય કેન્દ્ર પર ફાળવણી અંગેની વિગત મીડિયા સમક્ષ આપી હતી.

Related posts

હિન્દી સિનેમા જગતના મહાનગાયક મહમદ રફી સાહેબના 100માં જન્મદિવસ ઉપલક્ષમાં વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સ દ્વારા કમાટીબાગ સ્થિત એમ પી થિયેટર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

admin

શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે અખંડ રામધૂન કાર્યક્રમનું આયોજન

admin

રેલવે કોલોનીમાં ACB /CBI ત્રાટકી રેલવે વિભાગમાં ભરતી કૌભાંડની ચર્ચા

admin

Leave a Comment