નવાયાર્ડ વિસ્તારમાં ડીવાઈડર વચ્ચે નાખેલ પથ્થરો માં થયેલ ભ્રષ્ટાચારને લઈને સામાજિક કાર્યકર્તા વિજય જાદવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી..
વડોદરા શહેર નવાયાર્ડ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગ વચ્ચેના ડિવાડર ના પથ્થરો કાઢી નવાં પથ્થરો નાંખવા પાછલ નુ કારણ શું આ જુનાં પથ્થરો ની ગુણવત્તા હલકી ગુણવત્તા ની હોય તેવા સવાલો ઉઠાવ્યા. વડોદરા મહાનગર પાલીકા નાં સ્માર્ટ અધિકારી ઓનુ બુદ્ધી પ્રદર્શન હાલમાં જોવાં મળી રહ્યું છે. શહેરી પ્રજા ના વેરા ના રૂપિયા શહેરોના રોડ રસ્તા વચ્ચે ડિવાડર બનાવામાં આવ્યા હતા જેનાથી ટ્રાફિક સુચારું રુપ બને પરંતુ હવે પાલીકા તંત્ર નાં અધિકારી ઓ સ્માર્ટ બુદ્ધી નુ પ્રદર્શન કરી રહ્યા છે. હાલ નવાયાર્ડ થી છાણી જકાતનાકા સુધી મુખ્ય માર્ગ પર આવેલા ડિવાડર ના જુનાં પથ્થરો કાઢી નવાં પથ્થરો નાંખવાની કામગીરી કોર્પોરેશન કામગીરી કરી રહી છે જે ડિવાડર ના પથ્થરો બદલવાની કોઈ જરુરત જનાતી ના હોવા છતાં પાલિકા તંત્ર નવાં પથ્થરો લગાવશે. જેનાં કારણે પાલીકાની તિજોરી પર ખર્ચ બોઝ વધશે. જુના પથ્થરો મજબૂત અને હજી ચાલી શકે એવા હોવા છતાં પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટ ને ફાયદો કરાવા માટે આ રિત ની કામગીરી કરવા જઈ રહી છે તેમ લાગે છે. જે માં ભ્રષ્ટાચાર ની સિંધી શક્યતા લાગી રહી છે. જેની સચોટ તપાસ ની માંગ કરવામાં આવી

