27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે 215 મો શ્રી વિઠ્ઠલનાથજી વરઘોડો વડોદરા ના રાજમાર્ગ ઉપર

શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી આવતીકાલે દેવપોઢી અગિયારસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન શાન સાથે 215 મો શ્રી વિઠ્ઠલનાથજી વરઘોડો વડોદરા ના રાજમાર્ગ ઉપર નીકળશે

વર્ષોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા અર્ચન કર્યા બાદ વરઘોડો અને પ્રસ્થાન કરવામાં આવશે આ વખતે સોના ચાંદીના રથમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળશે જેમાં ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે તમામ ભાવિક ભક્તોને દર્શન આપશે અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા તથા આશીર્વાદ મેળવશે. સોના ચાંદીનો અર્થ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યો છે અને આવતીકાલની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
મંદિર પ્રશાસન દ્વારા રોજે થનારી આરતી નો સમય જાહેર કરવામાં આવ્યો છે જેમાં મંગળા આરતી સવારે 3 વાગ્યે રહેશે, શણગાર આરતી 6:00 વાગે રહેશે જેને રાજભોગ આરતી સાત વાગે રહેશે 07:00 થી 8:30 ચરણસ્પર્શ તેમજ ચાંદલા વિધિ ભક્તોને કરવા દેવામાં આવશે ત્યારબાદ 9 વાગે શ્રી વિઠ્ઠલનાથજી નો વરઘોડો વડોદરા ના રાજમાર્ગ ઉપર પ્રસ્થાન કરવામાં આવશે અને 12:30 વાગે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે જ્યાં હરીહર ભેટ થશે અને ત્યાંથી દોડ વાગે વરઘોડો પરત નીકળી 3:00 વાગે નિજ મંદિર પાછો આવશે, વરઘોડા દરમિયાન મંદિરના દર્શન ખુલ્લા રહેશે રાત્રે 8:00 વાગે શયન આરતી કરવામાં આવશે.

દેવપોઢી અગિયારસના દિવસે મોહરમ તાજીયા નો પણ પર્વ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે પોલીસ પ્રશાસનના અનુરોધને માન આપી રથનો સમય વહેલા કરવામાં આવ્યો છે જેથી પોલીસ યોગ્ય સુરક્ષા સાથે રતને પ્રસ્થાન કરાવી શકશે.

Related posts

વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતો આરોપી વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો

admin

વડોદરા શહેરની એક આગ ઓળખ એટલે માંડવીની ઐતિહાસિક ઇમારતની જાળવણી માટે અનોખો વિરોધ યથવત

admin

ઠાસરામાં શ્રીબાલકૃષ્ણ મંદિર ખાતે છપ્પનભોગ મનોરથનુ ભવ્ય આયોજન કરાયું.

admin

Leave a Comment