રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરખેડા ગામે ઝડુલી તરફ જવાના રસ્તા ઉપરથી આઇસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૪,૦૮,૦૦૦/-* તથા આઇસર ટેમ્પોની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૪,૦૮,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર….
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતી/ હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા,
જે દરમ્યાન મોજે સુરખેડા ગામે ઝડુલી તરફ જવાના રસ્તા ઉપર “એક કેસરી કલરનુ આઇસર ઉભેલુ હોય જે આઇસર ટેમ્પોનો રજી.નંબર GJ-23-V-7997 ઉપર શંકા જતા તપાસ કરતા આઇસરના પાછળના ભાગે ચોર ખાનુ મળી આવેલ જેમા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરેલ પેટીઓ મળી આવેલ જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના બીયર ટીન ફુલ નંગ-૧૮૦૦ ની કિ.રૂ.૪,૦,૮૦૦૦/- તથા આઇસર ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ગણી લઇ તમામ મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૧૪,૦૮,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

