નસવાડી નજીક આવેલ કૂકાવટી ગામે લો લેવલ કોઝવે ઉપર પુલ બનવાનો હોય જેનું ખાત મુહૂર્ત 27 સપ્ટેમ્બર 2025ના રોજ કરાયું હતુ. ખાત મુહૂર્ત કર્યાના દિવસે સંખેડા ધારાસભ્ય એજન્સીને જણાવેલ કામ સારુ કરજો અને સ્થાનિક ભાજપ કાર્યકરો સૌ કોઈને કામની દેખરેખ રાખવા સૂચના આપેલ. તેવામાં બે મહિના પછી પુલની કામગીરી કરનાર એજન્સીએ ડાયવર્ઝન બનાવામાં ગોબાચારી કરી હોવાનો સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિક ગ્રામ પંચાયતના સદસ્યોના જણાવ્યા મુજબ ડાયવર્ઝન બનાવામાં સુકાપુરા અને કૂકાવટી ગામમાંથી પાઇપ લઈ ગયા છે. જે પાઇપ લેતા પહેલા કોઈને પૂછવું તો જોઈએ. પાઇપના મોઢીયા તૂટેલા છે. હાલના લો લેવલ કોઝવે છે એમાં 13 પાઇપમાંથી પાણી નિકાલ થઈ રહ્યું છે. કાચું ડાઇવર્ઝન બનાવ્યું એમાં 5 પાઇપ મુકવામાં આવી છે. એ પણ લાઈન લેવલ વગરની પાઇપ નદીમાં મૂકી ઉપર માટી નાખી દેવાઈ છે. હવે ઉપર વેટમિક્સનો માલ નાખી દેવાયો છે. તો આ ડાઇવર્ઝનની મજબૂતાઈ કેટલી તેવા પ્રશ્નો ઉઠ્યા છે. નસવાડી પંચાયત આર એન્ડ બીના ઈજનેરો દરરોજ સ્થળ મુલાકાત કરી કામની દેખરેખ રાખે તેવી માંગ ઉઠી છે. ચોમાસા પહેલા કામ પૂર્ણ નહીં થાય તો અનેક ગામના લોકો હેરાન થશે સુકાપુરા, વેગનાર, વાઘીયા મહુડા, સીધીકુવા સહિત આગણઅન્ય ગામડા આવતા હોય ચોમાસા પહેલા પુલનું કામ પૂર્ણ થશે કે નહીં તેવા પ્રશ્નો ઉઠ્યા છે. ખાત મુહૂર્ત કર્યાના બે મહિના પછી ડાઇવર્ઝનનુ કામ શરૂ કરાયું છે. પુલનુ કામ હજુ કોઝવે તોડશે અને પછી કરાશે. પુલના સ્ટ્રક્ચરને લગતી કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ નહીં થાય તો ગામડાના લોકો હેરાન થશે. કાચું ડાઇવર્ઝન તો ચોમાસાના પાણીમા ધોવાઈ જશે. ડાઇવર્ઝનના કામમાં વ્યવસ્થિત પાઇપ નાખવા જોઈએ સુકાપુરા કૂકાવટીમાંથી પાઇપ લઈ વચ્ચે નખાયા છે.અમો સભ્યો હોઇ આનો વિરોધ કરીએ છે. સરકારીઈજનેરો સ્થળ મુલાકાત કરવી જોઈએ. ડાઇવર્ઝનમા બેગાડીઓ સામે સામે નીકળે તેવું બનાવો. તૂટેલા પાઇપનખાયા છે. હમણાંથી આવુ કામ થાય એનો શુંમતલબ ? અમારી ભાજપ સરકાર વર્ષો પછી પુલમજુર કર્યો તો કામ સારુ ગુણવતા વાળું થવું જોઈએ.કાર્યપાલક ઈજનેર સ્થળ મુલાકાત કરવા આવે અનેકામગીરી અને અન્ય બાબતે અમને સમજાવે

