સનાતન સંસ્કૃતિના મર્યાદા પુરુષોત્તમ તથા સૌની અંદર સત્યનિષ્ઠા જગાવનારા પ્રભુ શ્રી રામની જન્મજયંતિ રામ નવમી પર ડભોઇ ટાવર ચોક નજીક આવેલ રામજી મંદિરે વહેલી સવાર થી જ ભક્તો ની લાંબી કતારો જોવા મળી હતી.નાના મોટા સૌ કોઈ શ્રી રામ ના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે ભક્તો માટે વિશેષ ભંડારા નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.સાથે જ રામનવમી ના તહેવાર ને અનુલક્ષી ડભોઇ ખાતે ભવ્ય શોભાયાત્રા નું અને સાંજે ભજન અને ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ડભોઇ ના ધારાસભ્ય આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નગરજનો ને રામનવમી ની શુભેચ્છા પાઠવી હતી.સાથે સાથે જ આજરોજ ભારતીય જનતા પાર્ટી ના 46 મો સ્થાપના દિવસ, ભગવાન સ્વામિનારાયણ નો જન્મ દિવસ અને સાથે જ સાઈ બાબા નો પણ જન્મ દિવસ હોવાથી આ તમામ સંયોગ આજ ના દિવસે આવતા ધારાસભ્ય ધ્વારા તમામ હિન્દૂ ઓ ને આજના દિવસે શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે ડભોઇ ના ધારાસભ્ય શૈલેશ મહેતા સહિત ,ડભોઇ પાલિકા પ્રમુખ બીરેન શાહ,પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ,ડભોઇ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે,જિલ્લા મહામંત્રી ડો બી.જે.બ્રહ્મભટ સહિત મહિલા પ્રમુખ સોનલ બેન સોલંકી મોટી સંખ્યા માં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

