36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

આંગણવાડીનું લોકાર્પણ તેમજ નવીન પ્રમુખ દ્વાર ગેટનું ખાતમુર્હુત ધારાસભ્યશ્રી શૈલેષભાઈ (સોટ્ટા)ના વરદ હસ્તે કરવામાં આવ્યું

ડભોઇ તાલુકાના ફરતી કુઈ તથા નડા ગામે આંગણવાડીનું લોકાર્પણ તેમજ નડા ગામે સત્યનારાયણ મંદિર પાસે નવીન પ્રમુખ દ્વાર ગેટનું ખાતમુર્હુત ધારાસભ્યશ્રી શૈલેષભાઈ (સોટ્ટા) ના તેમજ સંતો અને દાતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ડભોઇ તાલુકાના નડા ગામે નવી આંગણવાડી નંદ ઘરનુ લોકાર્પણ અને સત્યનારાયણ મંદિર પાસે નવીન પ્રમુખ ધ્વાર (ગેટ) નું ખાતમૂહૂર્ત ધારાસભ્યશ્રી શૈલેષભાઈ (સોટ્ટા) અને આ પ્રમુખ ધ્વાર ના દાતાશ્રી સ્નેહલભાઈ પટેલ (ધરમપુર) તથા સ્વામિનારાયણના સંતો ના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું. આશરે 9 થી 10 લાખ રૂપિયાના ખર્ચે પ્રમુખ દ્વાર ગેટ બનાવવામાં આવશે. જ્યારે કે ફરતી કુઈ ગામે પણ આંગણવાડીનું ધારાસભ્યશ્રી હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ અગ્રણી ભાવેશભાઈ પટેલ યતીનભાઈ પટેલ સરપંચ સંજયભાઈ તડવી ડેપ્યુટી સરપંચ વિક્રમભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ અને ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Related posts

૫ મહિના બાદ આખરે કમાટીબાગ માં આવેલી જોય ટ્રેન ને પુનઃ સરું કરવાની પરવાનગી આપવામાં આવી

admin

વડોદરાના વારસિયા વિસ્તારમાં ચાલિયા મહોત્સવ નિમિત્તે કરમચંદાની હોલ ખાતે સદગુરુ સાંઈ લાલદાસ સાહેબ પધાર્યા.

admin

મહારાષ્ટ્રિયન વારકરી પરંપરા સાથે શ્રી ગણેશનાથ મહારાજ સંસ્થાન બરોડા દ્વારા ડાકોર જવા પ્રસ્થાન..

admin

Leave a Comment