32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચાર દરવાજા ટ્રાફિક અને દબાણ મુદ્દે વોર્ડ 14ના ભાજપ કાઉન્સિલરોએ કમિશનર પાસે કરી રજુઆત

વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક અને દબાણનો મુદ્દો વધુ ગરમાયો છે. ઈ-મેમો વિવાદ બાદ મામલો રાજકીય અને તંત્ર વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્ય માર્ગ પર પાર્ક કરાયેલા વાહનને ઈ-મેમો ફટકારાતા વિવાદ ઊભો થયો હતો, જેમાં કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઈ એચ. એલ. આહીર વચ્ચે તીવ્ર બોલાચાલી થયાની માહિતી સામે આવી છે.

આ ઘટનાને પગલે વોર્ડ નંબર 14ના ભાજપ કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર અને સ્થાનિક રહેવાસીઓ ટ્રાફિક ડીસીપી ઝોન-4ની કચેરીએ પહોંચી ડીસીપી જ્યોતિ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી. ટ્રાફિકની કાર્યવાહી તથા સ્થાનિક સમસ્યાઓને લઈને લોકોમાં અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ચાર દરવાજા વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદે દબાણની સમસ્યા યથાવત હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું હતું. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી થયા બાદ થોડા સમયમાં ફરીથી દબાણ ઉભું થઈ જાય છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં અડચણો ઉભી થાય છે.

મામલાને કાયમી ઉકેલવા માટે વોર્ડ નંબર 14ના કાઉન્સિલરોએ મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુને મળીને સંકલિત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કમિશનરે વિશ્વાસ આપ્યો છે કે આગામી બે થી ત્રણ દિવસમાં પોલીસ, ટ્રાફિક વિભાગ અને પાલિકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે.

હવે તંત્ર દ્વારા આપવામાં આવેલા આ આશ્વાસન બાદ ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યાનો કેટલો ઝડપી અને અસરકારક ઉકેલ આવે છે તેના પર સૌની નજર રહેશે.

Related posts

યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો દ્વારા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાયો

admin

એનજીટી અધિકારીનો રોફ મારી 15 કરોડની ખંડણી માંગનાર બે ભેજાબાજ ઝડપાયા હતા.

admin

પાલિકામાં સંકલનની બેઠકમાં સાંસદ દ્વારા વિવિધ મુદ્દે સૂચનો કરાયા

admin

Leave a Comment