વડોદરા શહેર ના પ્રતાપ નગર રોડ પર આવેલ ઋણ મુક્તેશ્વર મહાદેવ પાસે છેલ્લા 30 વર્ષથી સ્થાપન થતા દશામાને બરોડાની દશામાં તરીકે પ્રખ્યાત છે ત્યારે આજરોજ મહા અંકુર 56 ભોગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.
બરોડાની દશામાની સ્થાપના છેલ્લા 30 વર્ષથી પપ્પુભાઈ દ્વારા કરવામાં આવે છે અને ભંડારા સહિત મહા આરતી તેમજ મહા અંકુટ 56 ભોગ નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય મહા અંકુર 56 ભોગ નું આયોજન કરાયું હતું જેમાં આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ આ દર્શનનો લાભ લીધો હતો આ સાથે મંડળ દ્વારા નવમા દિવસે એક કોમ્પિટિશનનું પણ આયોજન કર્યું છે જેમાં વડોદરાના લોકો દશામાના વિડીયો અને ફોટો instagram પર અપલોડ કરશે એમાંથી પાંચ બેસ્ટ ફોટો અને વિડીયો સિલેક્ટ કરી તેમને ઇનામ પણ આપવામાં આવશે. આ સાથે આઠમે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

