Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજય મહારાજ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પતંગ, દોરાના પીલ્લા તેમજ ડાયરાઓનું વિતરણ કરવામાં આવ્યું

મકરસક્રાંતિના પર્વને અનુલક્ષી નવનાથ કાવડીયાત્રાના પ્રણેતા અને ડભોઇ હરિહર આશ્રમના મહંત પરમ પૂજ્ય વિજય મહારાજ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પતંગ, દોરાના પીલ્લા તેમજ ડાયરાઓનું વિતરણ કરવામાં આવ્યું
સેવા પરમો ધર્મ ના ઉદ્દાત ઉદ્દેશ સાથે નવનાથ કાવડીયાત્રા ના પ્રણેતા અને ડભોઇ હરિહર આશ્રમના પરમ પૂજ્ય વિજય મહારાજ દ્વારા વર્ષભર આવતા હિન્દુ તહેવારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો અને પરિવારોને યથાશક્તિ સીધુ સામાન સહિત ની સામગ્રી અર્પણ કરી મદદ કરતા રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં આવનારા અને બાળકોને વિશેષ પસંદ એવા તહેવાર મકરસંક્રાંતિ ના તહેવારને ધ્યાનમાં રાખી નગરના જરૂરીયાત મંદ તેમજ ગરીબ પરિવારના બાળકોને વિજય મહારાજ દ્વારા પતંગ, દોરાના પિલ્લા તેમજ અભ્યાસ હેતુ ડાયરાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ ડભોઇ શહેર ભાજપા પૂર્વ પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, વિજય શાહ, દીપક બારોટ સહિતના અગ્રણીઓ હાજર રહી મહારાજશ્રીના આ સેવાયજ્ઞમાં સહભાગી થયા હતા ઉતરાયણ પર્વ ને ઉજવવા પતંગ દોરાના પીલ્લા સહિતની સામગ્રી બાળકોને મળતા તેઓની આંખોમાં અનોખો આનંદ છલકાતો જોવા મળ્યો હતો

Related posts

વડોદરા રેલવે સ્ટેશન ખાતે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશી દ્રારા નવીન એક્સીલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

SIRની કામગીરી પૂર્ણ, ડ્રાફ્ટ મતદાર યાદી તૈયાર કલેક્ટર અનિલ ધામેલિયાનું મહત્વપૂર્ણ નિવેદન

admin

વડોદરા જિલ્લા પંચાયતની કચેરી ખાતે કારોબારીની બેઠક મળી

admin

Leave a Comment