ચુડા તાલુકાનાં કંથારીયા પીએચસી ખાતે ચુડા ભાજપ યુવા મહામંત્રી શિવભા રાણાના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું .
જેમાં ચુડા લીબંડી અને આજુબાજુના વિસ્તારનાં તમામ રક્તદાતાઓએ ખોબલે ખોબલે રકતનું દાન કરી કુલ ૩૫ જેટલી બોટલોનું રક્તદાન દાન કર્યું હતું.
નોંધનીય છે કે તા.5 જૂન શ્રીશ્યામાપ્રસાદજીના નિર્વાણદિન અર્થાત્ બલિદાનદિન તા.23 જૂન 2024 થી સુરેન્દ્રનગર શહેર ભાજપ યુવા મોરચાએ શહેરના વિવિધ વોર્ડમાં રક્તદાન સેવા કાર્ય શરૂ કરેલ છે જે અંતર્ગત તા.૫ જૂને યુવા ભાજપ મોરચાનાં પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા તથા તનકસિંહ રાણાનાં અધ્યક્ષતામાં કંથારીયા પીએસસી ખાતે દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિર દ્વારા રક્તદાન સેવાકાર્ય પ્રારંભ કર્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં ચુડા ભાજપ અગ્રણી તનકસિંહ રાણા,જીલ્લા યુવા મોરચાનાં પ્રમુખ સિધરાજસિંહ ઝાલા,મહામંત્રી વિજયભાઈ શેખ,ચુડા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ માધર,તાલુકા ભાજપ મહામંત્રી પ્રતાપભાઈ,ચુડા યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મીઠાપરા,મહામંત્રી શિવભા રાણા,દિનેશભાઈ,કાર્તિકભાઈ,વિસ્તારક બાબુભાઈ,ચુડા તાલુકા આરોગ્ય સ્ટાફ,અને ચૂડા તાલુકા યુવા ભાજપ ટીમ હાજર રહ્યા હતા.

