Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહારાષ્ટ્ર મંડળ માંજલપુરની વર્ષોની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગ રૂપે ૩૨ મી વાર્ષિક સાધારણ સભા નું આયોજન

મહારાષ્ટ્ર મંડળ માંજલપુરની વર્ષોની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગ રૂપે ૩૨ મી વાર્ષિક સાધારણ સભા નું આયોજન સાથે સાથે મંડળના વરિષ્ઠ નાગરિકો અને જે સભાસદો ના લગ્નજીવનના ૨૫ અને ૫૦ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા દંપતિઓ નો સત્કાર કાર્યક્રમનુ પણ આયોજન કરેલ હતું આયોજન લિટલ ફ્લાવર્સ સ્કૂલ માંજલપુર ખાતે (પંચશીલ સ્કૂલ પાસે) સવારે ૧૦.૩૦ કલાક થી રાખવામાં આવેલ હતું.

મહારાષ્ટ્ર મંડળ, માંજલપુર ના ગત વર્ષ દરમિયાન સ્વર્ગવાસ થયેલ સ્વર્ગવાસી થયેલા નાગરિકો માટે બે મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

હિન્દૂ સંસ્કૃતિ અનુસાર દીપ પ્રાગટય કરી વાર્ષિક સભાના સંચાલન માટે અધ્યક્ષ સ્થાને વાર્ષિક સભાના સંચાલન માટે અધ્યક્ષ સ્થાને શ્રી પ્રશાંત વાસુલકર ની નિમણૂક કરી તેમના અધ્યક્ષમાં સમગ્ર સભામાં અહેવાલ મંજૂરી આપવામાં આવી, વર્ષ ૨૦૨૩-૨૪ માં થયેલ પ્રવુતિઓની ચર્ચા વિચારણા અને હિસાબ મંડળના સભાસદો વચ્ચે મુકવામાં આવ્યા તથા તેમના સૂચનો ની ખાસ નોંધ લેવાઈ અને સભા અધ્યક્ષ સંમતિ થી નવા કામોને મંજૂરી આપવામા આવી. આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માં નવા સારા કાર્યક્રમો સભાસદો ના હિતમાં ધ્યાનમાં રાખી કરવાનો અંદાજપત્ર પણ રજૂ કર્યો.

75 વર્ષ થી વધુ વયના વરિષ્ઠ 18 સભાસદો, જે સભાસદોએ સુખી લગ્નજીવનના ૫૦ અને ૨૫ વર્ષ પૂર્ણ કરે છે એવા ૪૦ થી વધુ દંપતિઓનો ને સ્ટેજ પર કપલ સાથે ભેટ વસ્તુ આપી સત્કાર કરવામાં આવ્યો. લગભગ 250 થી વધારે સભાસદોની હાજરી આ કાર્યક્રમમાં હતી અને કાર્યક્રમની પુર્ણાહુતી આભાર પ્રદર્શન અને વંદે માતરમ ગાઈ ને કરવામાં આવી.

Related posts

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નંદેસરી પોલીસે ફ્રોડ નો ભોગ બનનારને રૂપિયા પરત અપાવ્યા

admin

વડોદરા શહેરમાં આવેલ શિયાબાગ વિસ્તારમાં જૂના પેવર બ્લોકની કામગીરી કરતા સ્થાનિકોનો વિરોધ કર્યો…

admin

કારને બસ ફંગોળાતા આખો પરિવાર મોતને ભેટી ગયો

admin

1 comment

શરદભાઈ કરોડે July 8, 2024 at 6:46 am

ખૂબ સુંદર અને તલસ્પર્શી કવરેજ

Reply

Leave a Comment