વડોદરા મહાનગરપાલિકા વડી કચેરી ખાતે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ તથા આગેવાનો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 31 સ્મશાનો ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે રદ કરવામાં આવે તેવી રજૂઆત માટે આજે મહેન્દ્રસિંહ રાઠોડ તથા સામાજિક કાર્યકરો સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને આવેદન આપીને જવાબ માંગવામાં આવ્યા હતા.. તો સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી એ જણાવ્યું હતું કે આર ટી આઇ કરીને માહિતી મેળવી લેવી જેને લઈને આજે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે આક્રોશ વ્યક્ત કર્યો

