43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

ઓપરેશન પરાક્રમ અંતર્ગત એલસીબી વડોદરા ગ્રામ્યની મોટી કાર્યવાહી, સાવલીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વડોદરા ગ્રામ્ય એલસીબી (LCB) દ્વારા “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત સાવલી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ભગવતી મિલ પાછળ આવેલી ખાલી માઇનર કેનાલમાંથી વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો ઝડપી લીધો હતો.

આ કાર્યવાહીમાં કુલ 44 પેટી બિયર સહિત 1560 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત એક મોટરસાયકલ સાથે કુલ રૂ. 3,61,472/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બુટલેગર પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો. આ મામલે સાવલી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરાર આરોપીની ધરપકડ માટે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

Avient Material India Pvt. Ltd. કંપનીમાં કામદારોનો હંગામો દ્વારા ભારે હંગામા સાથે વિરોધ પ્રદર્શન

admin

માંડવી દરવાજાની દયનિય સ્થિતિથી ચિંતિત મહારાણી પોહોચ્યાં માંડવી દરવાજે !

admin

ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા વિખ્યાત કલાકાર પહ્મ વિભૂષણ સ્વ.ઉસ્તાદ ઝાકીર હસૈનની સ્મૃતિમાં “તાલાંજલિ” સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment