37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

કનાયડા ગામમાં મતદાર યાદી સુધારણાને લઈ વિવાદ, સરપંચ અને ગ્રામજનોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

ડભોઇ તાલુકા ના કનાયડા ગામ ખાતે મતદાર યાદી સુધારણા દરમિયાન 200 જેટલા બીએલઓ દ્વારા ભરાયેલા ફોર્મ નંબર 7 બાબતે ઊઠેલા વાંધાઓ અંગે પારદર્શક અને ન્યાયસંગત રીતે યોગ્ય તપાસ કરવા સરપંચ અને ગામ લોકો દ્વારા મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું…

ગુજરાત રાજ્યમાં SIR ની પ્રક્રિયા દરમિયાન ડભોઇ તાલુકાના કનાયડા ગામે 1100 જેટલી વસ્તી ધરાવતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ ગામમાંથી 200 જેટલા ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા હતા જે વ્યક્તિ કોઈએ વાંધા અરજીની જાણ કરવામાં આવી નથી ગામમાઅને કાયમી રહેવાસી છે તેવા લોકોના નામ મતદાર યાદી માંથી કમી કરી દેવામાં આવ્યા છે કોઈપણ જાતના દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા નથી અને જાણ કરવામાં પણ આવી નથી. તેમજ 200 જેટલા જે વ્યક્તિઓ દ્વારા ફોર્મ સાત બાબતે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તે ગામ કનાયડાના કાયમી રહેવાસી નથી ગામ સાથે કોઈ સીધો સંબંધ ન હોવા છતાં કેવી રીતે કરવામાં આવી છે એ બાબતે ગંભીર શંકા ઉભી થાય છે તેથી આ મુદ્દાની વિગતવાર ચકાસણી કરી નિર્ણય મુજબ યોગ્ય અને કાર્યવાહી પારદર્શક અને ન્યાયસંગત રીતે થાય ડભોઇ વિધાનસભા ક્ષેત્રના કનાયડા ગામે ફોર્મ નં. ૭ સદર બદઈરાદા સાથેની ફોર્મ નં. ૭ ભરાવવાની પ્રક્રિયામાં કેટલાક ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા જે પણ સામેલ છે. જેથી સદર બાબતની તાત્કાલિક તપાસ કરાવી કોઈપણ સાચા મતદારનું નામ કમી ન થાય અને પડયંત્ર કરનાર સામે કડક કાર્યવાહી કરવા માટેની અમારી માંગણી છે નુ આવેદનપત્ર સરપંચ ઉવેશ બાબા પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Related posts

ડભોઇ-શિનોર ચોકડી પાસે રોડનું મોટા પાયે ધોવાણ : હજારો પ્રવાસીઓ પર ખતરો

admin

આંકલાવમાં બાઈક પર સવાર ત્રણ યુવકોના અકસ્માતમાં કમકમાટીભર્યા મો-ત નિપજ્યા

admin

આવનાર બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

admin

Leave a Comment