Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ગુજરાતમાં જાહેર રસ્તા પર ગંદકી સામે કડક કાર્યવાહી, ડભોઇ નગરપાલિકાએ શરૂ કર્યું દંડ અભિયાન

ડભોઇ નગરપાલિકા દ્વારા પણ હવે જાહેરમાં અને પોતાના વિસ્તારમાં ગંદકી કરનાર એસ એમ એફ જી બેન્ક પુંજીબા પાકૅ સોસાયટી ખાતે જાહેરમાં કચરાનો ઢગલો જણાતા તેની સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી રૂપિયા 5,000 નો દંડ વસૂલ કરવામા આવ્યો હતો… દંડ નહીં ભરનાર સામે હવે કોર્ટ રાહે કાર્યવાહી કરવાની જાહેરાત ચીફ ઓફિસર દ્વારા કરી દીધી છે એટલું જ નહીં લોકો આ કાર્યવાહીથી છતાં જો ભૂલ યથાવત રાખે છે તો જેલની હવા ખાવી પડે તેવી તૈયારી પાલિકા દ્વારા કરવામાં આવી છે…

ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર તેમજ પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર તેમજ સફાઈ કર્મચારીઓ આવતા છતાં કચરાના ઢગલા તેમજ ગંદકી કરતા લોકો નજરે પડ્યા હતા તે પૈકી આજરોજ પુંજીબા પાકૅ સોસાયટી ખાતે એસ એમ એફ જી બેંક દ્વારા જાહેરમાં કચરો નાખતા હોવાથી તેઓની સામે નગરપાલિકા દ્વારા ₹5,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો… નગરપાલિકા વહીવટી દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે છેલ્લા એક વર્ષથી ઓટો રીક્ષા તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરવાની શરૂઆત કરી હતી જે દરમિયાન થોડુંક કડક વલન અપનાવી છેલ્લા એક વર્ષ દરમિયાન 1,50,000 જેટલો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ પણ લોકો દ્વારા ગંદકી અને કચરાના ઢગલા જોવા મળતા હતા જેને લઈને હવે પાલિકા દ્વારા લાલ આંખ કરવામા આવી કચરો અને ગંદકી ન થાય તે માટે પાલિકાએ કરેલી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ડભોઇના વિવિધ વિસ્તારો ની અંદર ડોર ટુ ડોર ગાડીઓ દોડાવવામાં આવી રહી છે અને પોતાના ઘરેથી જ કચરો કલેક્શન કરી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે સાથે 100 જેટલા સફાઈ કર્મચારીઓ પણ નગરના અલગ અલગ વિસ્તારોમાં સફાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ આટલું કરવા છતાં પણ જો કચરો રહી જાય તો નગરપાલિકાનો કમ્પ્લેન નંબર તેમજ એક ટોલ ફ્રી નંબર 14420 પણ જાહેર કરવામાં આવ્યો છે કે જેના ઉપર નગરજનો કમ્પ્લેન કરી કચરો પડ્યો હોય તો 12 કલાકની અંદર પાલિકીની ટીમ સફાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે…

Related posts

વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 3 હસ્તકના પોલીસ સ્ટેશનનો દ્વારા તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ

admin

વડોદરા–અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી, 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ

admin

વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ડેરીડેન સર્કલ, સયાજીગંજ ખાતે સરકારી નીતિ ના વિરોધ માં દેખાવો કરવા માં આવ્યો

admin

Leave a Comment