Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

રેલવે પ્રશાસનનો સપાટો: ‘મેરા ટિકિટ મેરી શાન અભિયાન સાથે વડોદરા ડિવિઝન દ્વારા 10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવનો પ્રારંભ

​એકતા નગર (કેવડિયા) ભારતીય રેલવેની સંપત્તિને પોતાની જાગીર સમજી ટિકિટ વગર મુસાફરી કરતા ‘ખુદાબક્ષ’ મુસાફરોને પાઠ ભણાવવા અને જનજાગૃતિ લાવવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા એક વિશેષ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.
ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી રાજુભાઈ ભડકેના માર્ગદર્શન હેઠળ આજથી આગામી 10 દિવસ માટે આ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવશે, જેનો પ્રારંભ પ્રવાસન ધામ એકતા નગર રેલવે સ્ટેશન ખાતેથી કરવામાં આવ્યો છે ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ અને માર્ગદર્શનઆ અભિયાનના પ્રારંભિક કાર્યક્રમમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી

મુસાફરોને ટિકિટનું મહત્વ સમજાવ્યું હતું. જેમાં મુખ્યત્વે વિશાલ સક્સેના: ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર વંદન કુમાર પંડ્યા: DRUCC મેમ્બર ધર્મેન્દ્ર સિકંદ: T.T. ઇન્ચાર્જ (એકતા નગર) વિવેક વર્મા: સ્ટેશન સુપ્રીન્ટેન્ડેન્ટ રિષિ સિંહ બારિયા: જી.એમ., ધ ફર્ન રિસોર્ટ ટિકિટ ખરીદવી એ માત્ર કાયદો નથી કાર્યક્રમ દરમિયાન DRUCC મેમ્બર વંદન કુમાર પંડ્યા, વિશાલ સક્સેના અને વિવેક વર્માએ મુસાફરો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે સમજાવ્યું હતું કે વિકાસમાં ફાળો: મુસાફરો દ્વારા ખરીદાયેલી ટિકિટના નાણાં સીધા સરકારની તિજોરીમાં જાય છે, જેનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણ અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે થાય છે.
​વીમા સુરક્ષા: ટિકિટ ધરાવનાર મુસાફરને રેલવેના નિયમ મુજબ આકસ્મિક સંજોગોમાં મસમોટું ઇન્સ્યોરન્સ કવરેજ (વીમા રક્ષણ) મળે છે, જે ટિકિટ વગરના મુસાફરો ગુમાવે છે.
​રાષ્ટ્ર નિર્માણ: ટિકિટની કિંમત ભલે ગમે તેટલી હોય, પણ તે દેશના આર્થિક વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપે છે સૂત્રમેરા ટિકિટ મેરી શાન, દેશ કે લિયે મેરા યોગદાન.”
​10 દિવસીય સઘન ચેકિંગ આ ડ્રાઈવ માત્ર સમજાવટ પૂરતી સીમિત નહીં રહે, પરંતુ આગામી 10 દિવસ સુધી વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. રેલવે તંત્રનો ઉદ્દેશ્ય મુસાફરોમાં જવાબદારીની ભાવના જગાડવાનો અને બિન-અધિકૃત મુસાફરી પર લગામ કસવાનો છે.

Related posts

રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્રારા પુષ્પાંજલિ કાર્યક્રમ

admin

વડોદરાના તાદલજા વિસ્તારમાં ગંદકી-મચ્છરના ત્રાસથી અનોખો વિરોધ

admin

જીવ ગુમાવનાર નાગરિકના માનમાં પણ શોકદર્શક ઠરાવ કરવો જોઈએ : ભથ્થુભાઈ

admin

Leave a Comment