30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના જશોદા કોલોનીમાં જાહેર ઝગડો કરનાર 7 ઈસમોને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા શહેરમાં જાહેર શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ કમિશ્નરની સૂચનાઓને અનુસરતા મકરપુરા પોલીસે ઝડપી કામગીરી કરી છે.

તારીખ 26/11/2025ની રાત્રે સ્કૂલના બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા નાનાકિયા વિવાદને મોટા ભાઈઓ તથા મિત્રોએ વધારી દીધો હતો. બાદમાં બંને પક્ષો જશોદા કોલોની સોસાયટી વિસ્તારમાં ભેગા થઈ જાહેરમાં બોલાચાલી, ઝપાઝપી અને ગાળાગાળી કરતા આસપાસના વિસ્તારમાં ભય અને અશાંતિનું માહોલ સર્જાયો હતો.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા મકરપુરા પોલીસ સ્ટાફ તરત જ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજ અને હ્યુમન સોર્સ ઇનપુટ્સના આધારે ઝડપી તપાસ હાથ ધરી તથા બંને પક્ષના કુલ 7 ઈસમોને ઓળખી પકડી પાડ્યા છે.

આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની આ ઝડપી કામગીરીથી વિસ્તારમાં ફરી શાંતિપૂર્ણ માહોલ સર્જાયો છે.

Related posts

પાદરામાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઝડપાઈ, વડું પોલીસે બે લોકોની કરી ધરપકડ

admin

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ખર્ચે અને જોખમે હવાઈ માર્ગ નગરસેવકો કેટલાક અધિકારીઓ સેમિનારના બહાને પ્રવાસ રદ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

શ્રી જે.જી.માહુરકર, પૂર્વ મહામંત્રી વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ NFIRના સ્મરણાર્થે યોજાયેલ આંતર-વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ અને ઇનામ વિતરણ

admin

Leave a Comment