ડભોઇ નગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા ડભોઇના વિવિધ વિસ્તારો મહુડી ભાગોળ રેલવે નવાપુરા સુંદરકુવા ચતુરભાઈ ની ચાલી સોની ફળિયુ તમાકુ વાઘા અને સોસાયટી વિસ્તારોમાં ડભોઇ નગરપાલિકાના મેલેરિયા શાખાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કટારીયા દ્વારા તેઓની ટીમને સૂચના આપતા દ્વારા વિવિધ ડભોઇના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત પહેલા જ રાત્રે દરમિયાન મેલેરીયા વિભાગ દ્વારા ફોગીંગ મશીન દ્વારા જંતુ નાસ કરવાની દવા છાંટવામાં આવી મચ્છરોના કારણે અલગ અલગ રોગ ફેલાય છે તેને રોકવા માટે ડભોઇ નગરપાલિકા દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો મચ્છરોના કારણે મેલેરીયા ચિકનગુનિયા ડેન્ગ્યુ ના રોગો ના થાય તેના માટે સાવચેતી રૂપે કામગીરી કરવામાં આવી રહી છે ડભોઇ શહેરની આસપાસ આવેલી ખુલ્લી કાંસોના કારણે મચ્છરોનો પોધરો વધુ પ્રમાણમાં થતો હોય અને હાલ ઉનાળો શરૂ થઈ રહ્યો છે જેને લઈને મચ્છરોના ત્રાસથી નગર જનો હેરાન પરેશાન થઈ ગયા હતા છેલ્લા ત્રણ દિવસથી ડભોઈ નગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફોગીંગ મશીન દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.ફોગીંગ મશીન થી રાત્રીદરમિયાન દરેક વિસ્તારમાં આવીને દવાનો છંટકાવ કરી અને કામગીરી ચાલુ કરવામાં આવી છે નગરજનોને મચ્છરોના ત્રાસથી બચવા માટે નગરપાલિકા મેલેરીયા શાખા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે…

