વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેકસ ખાતે BBM ન્યુઝ દ્રારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦૦ થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો. જેમાં આયોજનના અભાવે દોડતી વખતે ઘણા બાળકો પડી ગયા હતા. બાળકોને નાની મોટી ઈજાઓ થઇ હતી. જેમાં સેફટી માટે કોઈ મેડીકલ ટીમ રાખવામાં આવેલ ન હતી. જે કારણે બાળકોને ડોકટર ના બદલે સ્થાનિક લોકો દ્વારા ઇજા પર પાટા બાંધીવા નો વારો આવ્યો હતો.
આટલા મોટા પાયે કરવાના આયોજનમાં સેફટી માટે કે મેડીકલ ઈમરજન્સી માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું ન હતું. આટલી મોટી મેરેથોનમાં એમ્બુલન્સ તો છોડો પણ કોઈ ડોક્ટર પણ ન હતા. સદ નસીબે કોઈ મોટી જાણ હાની ન થઇ પરતું દર વર્ષે મેરેથોનનું આયોજન કરતા BBN ન્યૂઝના આયોજકો મેડીકલ ઈમરજન્સીનું આયોજન જ નથી કર્યું ? આ વિચારવા જેવી વાત છે.