આદ્યશક્તિનું પર્વ નવરાત્રિ ના શુભારભ ની સાથે પાદરા તાલુકા ના સુપ્રસિદ્ધ રણુ તુળજા ભવાની માતાજી મંદિરે અનેક માઇ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા, વહેલી સવારથી જ રણુ તરફ ના માર્ગ પર પગપાળા સંઘ સહિત અનેક પદયાત્રીઓ નજરે પડ્યા હતા, વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે નવરાત્રી નો શુભારંભ થયો મંદિરે નો અનેક ઇતિહાસ છે
પાદરા તાલુકા સુપ્રસિદ્ધ રણુ ભવાની માતા મંદિરે ખાસ નવરાત્રી માં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે વડોદરા થી 23 કિલોમીટર અને પાદરા નગર થી આઠ કિલોમીટરના અંતરે આવેલ પાદરા તાલુકાના રણુ ગામે તુંલજાભવાની માતાજીનું મંદિર એ ગુજરાત તેમજ દેશમાં પ્રસિદ્ધ છે રાત દિવસ અહીંયા ભક્તો દર્શનાર્થે આવતા હોય છે આ મંદિર સાથે અનેક ઇતિહાસ જાણીતો છે
શ્રી યોગીરાજ વિશ્વંભરીજી મહારાજ જ્યારે વર્ષો પૂર્વે અહીંયા માનસરોવરની રચના કરી હતી જે માતા તુલજા ભવાની ના ભવ્ય મૂર્તિ નીકળી હતી આ સ્થળે એક નાનકડી ડેરી માં ત્યાં સરોવરની ધારાએ સ્થાપના કરેલી આજના તબક્કે આ સ્થળે માંઇભક્તો ના સહકારથી આ સ્થળે એક ભવ્ય મંદિરની સ્થાપના થઈ ચૂકી છે અને એક આધ્યાત્મિક મંદિર સ્થપાયું છે મંદિર અને માન સરોવર પાસે પ્રગટાવેલા અખંડ ધૂણો આજે પ્રવજલિત છે તુલજાભવની માતાજી ના રણુ મંદિરે ખાસ રવિવારે અનેક માઇભકતો આવતા હોય છે ચેત્રી અને આસો નવરાત્રી માં અનેક માઇભકતો પદયાત્રા દ્વારા રનું ગામે આવતા હોય છે માતાજી માં અપાર શ્રદ્ધા ધરવતા ભકતો ની માતાજી મનોકામના પૂર્ણ કરતા હોય છે
શ્રી તુલજા ભવાની માતાજી નો સાક્ષાત્કાર અને પરચા અનેક નાની મોટી હસ્તીઓ ને મળી ચૂક્યા છે અને અનેક લોકોની મનોકામનાઓ આ મંદિરેથી પૂર્ણ થવા પામે છે
નવરાત્રી દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે નવચંડી સહિત કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરવામાં આવે છે જ્યારે નવરાતી સમય આવે ત્યારે નવરાત્રિમાં નવી નવ દિવસ દરમિયાન વડોદરા જિલ્લા તેમજ રાજ્યભર માંથી માઇ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે અનેક માઇ ભકતો દ્વારા માતાજી ને ધજા અર્પણ કરવામાં આવતી હોય છે પાદરા ના ગુરુ માં લીલાદેવી સીતારામ પરિવાર નાંભક્તો ધ્વર પગપાળા દ્વારા આવી ને પ્રથમ નોરતે પગપાળા સંઘ દ્વારા રનું તુલજાભવાની માતાજી ના મંદિરે ધજા અર્પણ કરવામાં આવી હતી

