43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નવસારી રેલવે સ્ટેશન પરથી ₹9.24 લાખનો ગાંજો ઝડપાયો : સુરત રેલવે LCBની મોટી કાર્યવાહી

નવસારી: ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ વેસ્ટર્ન રેલવે વડોદરાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), સુરત યુનિટને મોટી સફળતા મળી છે. પોલીસે નવસારી રેલવે સ્ટેશન પરથી અંદાજે 16 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે.
સુરત રેલવે LCBની ટીમ નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર વોચમાં હતી. આ દરમિયાન સિકંદરાબાદ–રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નં. 22718)માંથી ઉતરેલા મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.પ્લેટફોર્મ પરના ફૂટ ઓવરબ્રિજ પાસેથી પસાર થતા એક શંકાસ્પદ વ્યક્તિને રોકી તેની તલાશી લેતા, તેની પાસે રહેલી ટ્રોલી બેગ અને શોલ્ડર બેગમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.પકડાયેલા વ્યક્તિની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ જથ્થો મંગાવનાર અન્ય એક વ્યક્તિ પણ પ્લેટફોર્મ પર હાજર હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગાંજો લાવનાર અને જથ્થો મંગાવનાર બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરી CID ક્રાઇમ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત LCBના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તરુણ પટેલ, PSI શ્રી રવિરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ યોજાયો

admin

ડભોઈમાં ભાજપના ગૌરવ’નું અપમાનાકચરાના ઢગલામાંથી મળ્યા પક્ષના ઝંડા, કાર્યકરોમાં ભારે રોષ

admin

વડોદરા એમ.એસ. યુનિવર્સિટી ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓની અનોખી શોધ

admin

Leave a Comment