32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહાશિવરાત્રી પૂર્વે બજારમાં સુસ્તી : શક્કરિયા-બટાકાના ભાવ ઓછા છતાં ઘરાકી નબળી

મહાશિવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં શહેરના શાકભાજી બજારોમાં અપેક્ષિત રોનક જોવા મળતી નથી. સામાન્ય રીતે આ તહેવાર પૂર્વે ફરાળી શાકભાજીની ખરીદી માટે બજારમાં ભારે ભીડ રહેતી હોય છે, પરંતુ આ વર્ષે વેપારીઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.

શાકભાજીના વેપારીઓના જણાવ્યા મુજબ, શક્કરિયા, બટાકા, ધાણા અને મરચાં જેવા ફરાળી શાકભાજીના ભાવ નિયંત્રણમાં અને સસ્તા હોવા છતાં ગ્રાહકોની હાજરી પાંખી રહી છે. એક સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું કે, અગાઉ મહાશિવરાત્રીના બે દિવસ પહેલા લોકો 5 થી 20 કિલો સુધી શક્કરિયાની ખરીદી કરતા હતા, જ્યારે હાલ લોકો માત્ર 500 ગ્રામથી 1 કિલો સુધી જ ખરીદી કરી રહ્યા છે.

વેપારીઓએ વધુમાં ઉમેર્યું કે ગત વર્ષોની તુલનામાં આ વખતે વેપાર અડધો પણ રહ્યો નથી અને બજારમાં ઘરાકી ખૂબ જ ઓછી છે. મોટા મંદિરોમાં પ્રસાદી રૂપે શક્કરિયા-બટાકાનું શાક બનાવવામાં આવતું હોવા છતાં ત્યાં પણ માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

બજારમાં ઓછી ખરીદીના કારણે નાના વેપારીઓને આર્થિક અસરનો સામનો કરવો પડી રહ્યો છે અને તહેવારની સીઝનમાં પણ બજારમાં સુસ્તીનો માહોલ યથાવત રહ્યો છે.

Related posts

દેશના વડાપ્રધાનના જન્મદિવસના પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે નિમિતે પોષણ ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો

admin

વડોદરા શહેરમાં શહીદ દિવસ નિમિત્તે ક્રાંતિકારી શહીદોને યાદ કરી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું

admin

33% મહિલા અનામત અને મહિલાઓ પર અત્યાચાર ના ગુનામાં ગુનેગારોને કડકમાં કડક સજા થાય બેનરો સાથે દેખાવો કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

Leave a Comment