Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વિરોદ ગામની પરણીત યુવતી ગુમ, મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિરોદ ગામના ઠાકોર ફળીયામાં રહેતી ૨૫ વર્ષીય અલ્પીતાબેન પાટણવાડીયા રહસ્યમય રીતે લાપતા થતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ અલ્પીતાબેન ૦૪/૦૨/૨૦૨૬ના રોજ સવારે અંદાજે ૧૧ વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા નથી.

આ મામલે અલ્પીતાબેનના પતિ વિશાલ પાટણવાડીયાએ મંજુસર પોલીસ મથકે ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. મંજુસર પોલીસે ગુમ જાણવાજોગ હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી છે.

પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે જો અલ્પીતાબેન અંગે કોઈ માહિતી મળે તો તરત મંજુસર પોલીસ મથકનો સંપર્ક કરવા વિનંતી છે.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના 31 સ્મશાનોના ખાનગીકરણના મુદે વિરોધ પ્રદર્શન

admin

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું વડોદરા ખાતેના ઉદ્ધાટન.

admin

ઘરનાં રસોડામાં ગેસ સિલિન્ડર નીચે બનાવેલ ભોયરામાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો

admin

Leave a Comment