40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિદેશ ટૂર ટ્રાવેલિંગ એજન્સીના નામે વિદેશી ટુર પેકેજ બુક કરાવવાના બહાને છેતરપિંડી કરનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો

વિદેશ ટૂર ટ્રાવેલિંગ એજન્સીના નામે વિદેશી ટુર પેકેજ બુક કરાવવાના બહાને 1.95 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરનાર માસ્ટર માઈન્ડ શખ્સને વડોદરા શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પુણે મહારાષ્ટ્ર ખાતેથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી ટૂર પેકેજ બુક કરવાના બહાને ઠગાઈ કરતા એક ભેજાબાજને મહારાષ્ટ્રના પુણે ખાતેથી વડોદરા શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી ટ્રાવેલિંગ નો ધંધો કરે છે અને તેમને અજાણ્યા ઇ-મેલ આઇડી તરફથી ટ્રાવેલિંગ એજન્સીમાંથી મેલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેઓની ઓફિસ અલગ અલગ દેશોમાં કાર્યરત છે. ફરિયાદીના ગ્રાહકોને સામેવાળાઓએ અલગ અલગ ટૂર અંગેના પેકેજ whatsapp મારફતે મોકલી આપી શરૂઆતમાં ટીકીટો બુક કરી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ ફરિયાદીના અલગ અલગ ગ્રાહકોના ગ્રુપને વિયેતનામ તથા દુબઈ માટેનું ટુર પેકેજ બુક કરીને નકલી નોટો મોકલી હતી. ફરિયાદીના ગ્રાહકો એરપોર્ટ પર જતા તેઓને જણાઈ આવ્યું હતું કે, આ ટિકિટો નકલી હોય ફરિયાદીને પોતાની સાથે કુલ રૂપિયા 1 કરોડ 95 લાખ 34,450 ની છેતરપિંડી થઈ હોવાનું જણાય આવતા સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ બ્રાંચ અને ટીમે ટેકનીકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા આરોપીનું લોકેશન પૂણે મહારાષ્ટ્ર ખાતે હોવાનું જણાય આવ્યું હતું. જેથી સાયબર ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પૂર્ણ ખાતે પહોંચી હતી.જ્યાં સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કુરિયર બોય નો સ્વાંગ રચીને આરોપીની હાજરી અંગે રેકી કરી મહારાષ્ટ્રના પુણે ખાતે રહેતા આરોપી શૈલેષ શરણપપ્પા બીદવેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન આ આરોપી અલગ અલગ દેશોની નકલી ફ્લાઇટની તથા હોટલ બુકીંગ માટેની નકલી ટિકિટ તથા પેકેજ બનાવી ફરિયાદી ગ્રાહકોને મોકલતો હતો.

Related posts

વડોદરાના હાથીખાના માર્કેટમાં આવેલી મસાલાની દુકાનમાં આગ લાગી

admin

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની 556મી જન્મજયંતિ નિમીતે આજે ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી ગુરુદ્વારાથી પરંપરામુજબ કીર્તન યાત્રા નીકળી

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન પેવર બ્લોક ઉપર ડામર નાખી રોડ બનાવવામાં આવ્યો

admin

Leave a Comment