40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના ગોઠડાના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મેગા કેમ્પનું આયોજન

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @NarendraModi સાહેબના ૭૫મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સેવા પખવાડિયા અંતર્ગત તેમના દ્રઢ નેતૃત્વ હેઠળ “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” મહાઅભિયાન અંતર્ગત , સાવલી ગોઠડા આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગ પરિવારના સંયુક્ત ઉપક્રમે , સાવલી તાલુકાના ગોઠડા ખાતે આરોગ્ય પરિવારના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું.

આ આરોગ્ય કેમ્પમાં મહિલાઓ, બાળકો તેમજ નાગરિકોના સર્વાંગી આરોગ્યની તપાસ સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ અભિયાન સમગ્ર દેશની માતા-બહેનોના આરોગ્ય, સશક્તિકરણ અને સ્વાવલંબન તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, સ્વસ્થ નારી એ સુખી પરિવારનું તેમાં સગર્ભા માતાઓ , ધાત્રી માતા, કિશોર, કિશોરિયો તેમજ ચાલીસ વર્ષ વય થી ઉપરના તમામની તપાસ જેમાં આંખની તપાસ, ડાયાબિટીસ બ્લડપ્રેશર, કેન્સરની તપાસ કરવામાં આવી હતી

આ પ્રસંગે મેડિકલ ઓફિસર વિધુત પરમાર તેમજ સુધાબેન પરમાર, દીપકભાઈ ભોઈ, અને પ્રિયંકા માલીવાડ કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, દિગ્વિજયસિંહ પરમાર તેમજ આંગણવાડી કાર્યકર્ બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

Related posts

શહેરમાં તુલસીવાડી મોડી રાત્રે સાજીદ ચંદુ ઉર્ફે તાજીયાની હુમલો કરી જાહેરમાં હત્યા

admin

ભૂતાનના રાજા અને ભૂતાનના પ્રધાનમંત્રી પહોંચ્યા વડોદરા એરપોર્ટ

admin

વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ અને ધારાસભ્યો સાથેની સંકલનની બેઠક મળી

admin

Leave a Comment