43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના આરાધના સિનેમા થી બહુચરાજી મંદિર સુધી મેગા દબાણ હટાવો અભિયાન

વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને રોડને અવરજવર માટે સુગમ બનાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા આજે મોટા પાયે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વહીવટી વોર્ડ નં. 7 હેઠળ આવતાં આરાધના સિનેમા થી બહુચરાજી મંદિર સુધીના માર્ગ પર આવેલા ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા.

પાલિકાની ટીમો અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં ફૂટપાથ, રસ્તાની બાજુમાં આવેલા શેડ, અનધિકૃત બાંધકામો, ફેરીવાળા અને અન્ય દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. લાંબા સમયથી રોડને સાંકડો બનાવી ટ્રાફિકમાં અવરોધ સર્જતા દબાણો દૂર થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો.

પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે—જ્યાં દબાણો હટાવવામાં આવ્યા છે ત્યાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગ દ્વારા ઝડપી વૃક્ષારોપણ કરવામાં આવશે, જેથી ફરી દબાણ ન થાય અને વિસ્તાર વધુ હરિયાળો બને. આ પગલું શહેરના ટ્રાફિક સુધારણા અને શહેરી વ્યવસ્થા મજબૂત બનાવવાના અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ છે.

રસ્તો ખુલ્લો થતાં આજે આખો વિસ્તાર ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત જોવા મળ્યો હતો. VMC તરફથી આવનારા દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવાની શક્યતા છે.

Related posts

આવનાર મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

admin

સાવલીમાં જિલ્લાકક્ષાનો 60મો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો, 120થી વધુ કૃતિઓનું પ્રદર્શન

admin

ડભોઈ તાલુકામા ખેતરો માં વીજ થાંભલો ધરાશાયી થતા MGVCLની પ્રિમોન્સુન કામગીરીના દાવા પોકળ

admin

Leave a Comment