36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ તાલુકામા ખેતરો માં વીજ થાંભલો ધરાશાયી થતા MGVCLની પ્રિમોન્સુન કામગીરીના દાવા પોકળ

ડભોઇ તાલુકાના mgvcl ના પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે ડભોઇ તાલુકાના સાત થી આઠ ગામોમાં કેટલીક જગ્યાએ થાંભલા નમી ગયા છે કેટલીક જગ્યાએ વાયરો નીચા થઈ ગયા છે અને કેટલીક જગ્યાએ વીજ વાયરો ઝાડ માં અટવાઈ ગયા છે જેને લઈને વારંવાર વિજ પુરવઠો ખોરવાઈ રહ્યું છે… ત્યારે ગ્રામ્ય જનો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી…
ડભોઇ તાલુકા મા એમ.જી.વી.સી.એલ ના વિજ ધાંધીયા હંમેશ ની જેમ યથાવત છે. ચોમાસા પૂર્વે ડભોઈ શહેર તાલુકા મા અલગ અલગ ફીડરો માં કામગીરી ના નામે વિજ પુરવઠો બંધ કરી પ્રિમોન્સુન ની કામગીરી કરવા મા આવી હોવાની ચર્ચા સાંભળવા મળી હતી.છતાં ડભોઇ તાલુકા મા ઘણી જગ્યા એ વિજ પોલ નમી પડયા છે. સાથે સાથે કેટલાક વિજ પોલ ઉપર વેલ ઉઘી નીકળેલી જોવા મળે છે. ડભોઈ તાલુકા ના પારીખા થી મોટા હબીપુરા સીતપુર ચનવાડા ધરમપુરી નવી માંગરોળ વચ્ચે ખેડૂતો ના ખેતર માં જ વિજ પોલ નમી પડયા છે. જેને લઇ કોઈ જાનહાની થાય તો જવાબદારી કોની ? ડભોઈ એમ.જી.વી.સી.એલ ને જાણે કાયમ વિવાદ મા રહેવાની ટેવ હોય એવુ લાગી રહયુ છે. એમ.જી.વી.સી.એલ દ્વારા આવા જોખમકારક વીજ પોલ ને વ્યવસ્થિત કરવા ની કામગીરી ક્યારે થશે એ જોવું રહ્યું કે પછી કોઈ મોટી હોનારાત થાય તેની રાહ જોઈ રહ્યું છે ? તેમ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું હતું…


રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

Related posts

મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.અનિલ ધામેલિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી

admin

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 11 કામોને મંજૂરી આપવામાં આવી

admin

ધમકી ભર્યો મેઈલની તપાસમાં 3 કલાકની તાપસ બાદ કાંઈ હાથ ન લાગ્યું

admin

Leave a Comment