વિસાવદર ખાતે સવારના જ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી અને લોકોમાં પણ વરસાદ ના કારણે હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો હતો કડાકા અને ભડાકા સાથે ધીમીધારે વરસાદ પડી રહ્યો હતો વિસાવદરના નીચાણ વાળા રસ્તાઓ ઉપર વરસાદના પાણી ભરાયા હતા અને ઠેર ઠેર ખાડાને ખાબોચિયા પાણીથી ભરાયેલા જોવા મળ્યા હતા આ વર્ષે વરસાદની શરૂઆત પણ ધીમીધારે થઈ છે અને લોકોમાં પણ ખુશી જોવા મળી છે વિસાવદર અને વિસાવદર તાલુકાના ગામડાઓમાં પણ આજનો વરસાદ નોંધાઈ રહ્યું છે રિપોર્ટર માધુભાઈ ભાલીયા ઉના

